________________
છે કે જે
- - 3). 3 2 વિાર જો પૂજ્યશી, ને | if ;\ ]પણ ૨૦૫રાપર(aછ)
શ્રાવણ વદ ૯ ૦૪-૦૯-૧૯૯૯, શનિવાર
• સિદ્ધાન્તોનો સ્વાધ્યાય વધે તેમ સંયમની શુદ્ધિ અને સ્થિરતા વધે, ભગવાન સાથે અભેદભાવે મિલન થાય. ચારિત્ર એટલે જ પ્રભુનું મિલન. સંતો, યોગીઓ પ્રભુ સાથે મિલન કરી શકે છે.
જાણ ચારિત્ર તે આતમા, શુદ્ધ સ્વભાવમાં રમતો રે; લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ વને નવિ ભમતો રે.
આવા ચારિત્ર સુધી કોઈ રીતે પહોંચી શકાય ? જ્ઞાન પ્રમાણે શ્રદ્ધા, શ્રદ્ધા પ્રમાણે ચારિત્ર, ચારિત્ર પ્રમાણે ધ્યાન, ધ્યાન પ્રમાણે ભગવાન મળે છે.
સાધનોમાં ન્યૂનતા રાખીએ છીએ માટે જ ભગવાન મળતા નથી.
ચાલ્યા વિના ધ્યેય કેમ આવે ? ખાધા વિના તૃપ્તિ કેમ મળે ? સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્ર પ્રભુ-પ્રાપ્તિનો ઉપાય છે. એ ન સેવીએ તો પ્રભુ કેમ મળે ? રસ્તો મળી ગયો, પણ ચાલવું તો પડે જ ને ?
૨૩૮
*
*
*
*
*
*
* * *
*
* * * કહે.