________________
અલૌકિક તેજવાળી મૂર્તિઓના દર્શનથી સમ્યક્ત નિર્મળ થાય છે. અમદાવાદમાં જાઉં ત્યારે મૂળીયા, મહાવીરસ્વામી, જગવલ્લભ અચૂક જાઉં. સાક્ષાત્ મહાવીરસ્વામી યાદ આવે. પણ તમે સ્વયં શાન્ત હો તો જ એવી અનુભૂતિ થાય. અહી રોજ મહાવીરસ્વામીના શાન્તચિત્તે દર્શન કરો છો ? સાંજે ઘીના દીપકમાં ભગવાન કેવા સુંદર શોભે છે ? તમને શંખેશ્વર દાદા યાદ આવી જશે.
૦ભક્તિ આપણી, પણ શક્તિ ભગવાનની. ભગવાનની કૃપાથી આપણી શક્તિઓ વ્યક્ત થતી રહે છે. ભગવાન જ આપણી શક્તિઓને બહાર લાવવાના મુખ્ય હેતુ છે. ગૌતમસ્વામી આનું ઉત્તમ ઉદાહરણ છે. એમનું અભિમાન વિનયમાં પરિણમ્યું. એમની તમામ વિનાશગામિની શક્તિઓ વિકાસગામિની બની.
અરિહંતની ભક્તિથી આપણી શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા, અનુપ્રેક્ષા આદિ વધતા ચાલે છે.
• ના પાડતા મા-બાપને અઈમુત્તાએ કહ્યું: મને મૃત્યુથી બચાવી શકતા હો તો હું દીક્ષા ન લઉં! મા-બાપ ચૂપ થઈ ગયા.
૧૦૦ વર્ષના બૂઢા પણ મોત નથી ઈચ્છતા.
પેલી ડોશીએ ભેંસ જોઈ યમ સમજીને કહ્યું : હું માંદી નથી. માંદો તો પેલો છે.
સાધુપણું એટલે મૃત્યુંજય મંત્ર. સાધુને કદી મૃત્યુનો ભય ન હોય. રોજ એ બોલે : ‘મારમુવદિ ૬, સવં તિવિધી વોસિર' રોજ આહાર, ઉપધિ, શરીરનો ત્યાગ કરીને જ સૂવે.
મૃત્યુંજયી તપ-જ૫ જોઈએ છે ? મૃત્યુંજયી તપ છે : માસક્ષમણ.
મૃત્યુંજયી જપ છે : નવકાર મહામંત્ર. નવકાર મંત્રનું નામ છે : મૃત્યુંજય મંત્ર. મૃત્યુ નહિ આવે તેમ નહિ, નવકારથી મૃત્યુમાં અસમાધિ નહિ થાય. સમાધિથી મરવું એટલે મૃત્યુને જીતી જવું.
| નવકારનો જાપ તો ફલે જો તે કાળા કામો અને કાળા ધંધા ન કરો. (આવેલા લોકોને નવકારવાળી ગણવાની પ્રતિજ્ઞા અપાઈ).
કહે કલાપૂર્ણસૂરિ-૧
* *
* *
*
* *
* *
* * * ૨૩૦.