________________
શિખરની જેમ ધ્યાનમાં એવા નિશ્ચલ બેઠા હતા કે જરા પણ ખસ્યા નહિ. કેવલી ભગવંતના શૈલેશીકરણની થોડી ઝલક અહીં યાદ આવી જાય. આમ પણ પૂજ્યશ્રીએ છેલ્લા બે દિવસથી શરીર પરની મમતા સંપૂર્ણ રૂપે હટાવી દીધી હતી. બે દિવસમાં ઈંજેકશન વિ. કેટલાય લગાવ્યા (મહા સુ. ૩ના દિવસે સાંજે એક મોટું ઈંજેકશન લગાવ્યું હતું, જેમાં ૨૦ મિનિટ થઈ હતી, પરંતુ પૂજ્યશ્રીએ ઊંહ સરખો પણ અવાજ ન કર્યો, એટલું જ નહિ મુખની રેખા પણ બદલાઈ નહિ. જાણે કે તેઓ તો દેહથી પર થઈ ગયા હતા. શરીર રૂપી વસ્ત્ર ઉતારવાની પૂરી તૈયારી કરી લીધી હતી.
આમ તો પૂજ્યશ્રીનું વજન માત્ર ૪૦ કિ.ગ્રા. જ હતું. છતાં પણ પૂજ્યશ્રીને જરા પણ હલાવી શકાયા નહિ. તેથી બધાને આશ્ચર્ય થયું. બીજા મુનિ (શ્રી અમિતયશ વિ.) જ્યારે મદદે આવ્યા ત્યારે પૂજ્યશ્રીને કાંઈક ખસેડી શકાયા. પૂજયશ્રી તો પોતાની સમાધિમાં લીન હતા. તેઓને તો આ શરીરની સાથે હવે ક્યાં લેવા-દેવા હતો ? પાદપોપગમન અનશન વિષે કહેવાય છે કે તે અનશનમાં રહેલા સાધકને કોઈ ક્યાંક લઈ જાય, કાપી નાંખે, સળગાવી દે અથવા તો શરીરનું કાંઈ પણ કરી નાખે તો પણ તે સાધક પાદપ (વૃક્ષ)ની જેમ તે અડોલ હોય છે. પૂજ્યશ્રીમાં પણ આવી જ કાંઈક ઝલક દેખાતી હતી. - આ બધુંય બેહોશ અવસ્થામાં થઈ રહ્યું હતું, એવું નથી. અંત સમય સુધી પૂજ્યશ્રી પૂર્ણ રૂપે જાગૃત હતા. આની નિશાની એ હતી કે પાસે રહેલા મુનિ જ્યારે પૂજ્યશ્રીના હાથ હલાવે અથવા તો આમ તેમ કરે ત્યારે પૂજ્યશ્રી ફરી કાઉસ્સગ્ન મુદ્રામાં હાથ રાખી દેતા હતા. - પૂજ્યશ્રીની આ અવસ્થાને જોઈને બાજુના મુનિઓએ નવકાર, ઉવસગ્ગહર, સંતિકર, અજિતશાંતિની ૧૦ ગાથાઓ સંભળાવી. ધીરે - ધીરે શ્વાસની ગતિ મંદ થઈ રહી હતી. હાથમાં નાડીઓનું ધડકન પણ ઉપર - ઉપર જઈ રહ્યું હતું. મુનિઓ સાવધ બની ગયા. તેઓએ ફરીથી નવકારમંત્ર સંભળાવવા શરૂ કરી દીધા. ૫૦-૬૦ નવકાર સંભળાવ્યા ને પૂજ્યશ્રીએ અંતિમ
(26