________________
MONNNN
આવી પરિસ્થિતિમાં પણ સવાર - બપોર ૧-૧ કલાક સુધી પ્રભુભક્તિમાં દરરોજની જેમ મગ્ન બનતા હતા.
૪.૩૦ વાગે સવારે પૂજ્યશ્રી પ્રતિક્રમણ કરવા બેઠા થયા. ઈરિયાવહિય, કુસુમિણનો કાઉસ્સગ્ન કર્યા પછી માત્રુ માટે પ્રયત્ન કર્યો, પરંતુ માત્ર થયું નહીં. પછી જગચિંતામણિ બોલવામાં વાર લાગવાથી પૂ.પં. કલ્પતરૂવિજયજીએ જ બોલીને કે સંભળાવ્યું. ફરીથી શંકા થવાથી ફરી માત્ર કરવા ગયા, પણ થયું નહીં. તેના પછી ઈરિયાવહિયંના કાઉસ્સગમાં ચંદેતુ નિમ્મલયરા સુધી પહોંચ્યા અને પછી વારંવાર આ પદનું મંદમંદ ઉચ્ચારણ કરતા રહ્યા. મુનિઓએ જોયું : પૂજ્યશ્રીના હાથોમાં કાંઈક કંપન થઈ રહ્યું છે. દષ્ટિ નિશ્ચલ થઈ ગઈ છે. પૂ.પં. કલ્પતરૂવિજયજીએ પૂ કલાપ્રભસૂરિજી , પૂ.પં. કીર્તિચંદ્રવિજયજી આદિને બોલાવ્યા. તેઓએ પરિસ્થિતિની ગંભીરતા જોઈને આગળની ક્રિયા જલ્દીથી કરાવીને પૂજ્યશ્રીને કેશવણા મંદિરમાં દર્શન માટે લઈ ગયા. પૂજ્યશ્રી ચારે બાજુ જોઈ રહ્યા હતા અને ઈશારાથી જાણે પૂછી રહ્યા હતા કે “આજે આટલા જલ્દી કેમ લાવ્યા ?” - ચાલુ ચૈત્યવંદનમાં પૂજ્યશ્રીએ ઈશારાથી માની શંકા છે એમ કહ્યું. “માત્રુ' શબ્દ પણ બોલ્યા. જલ્દી ચૈત્યવંદન કરાવીને પૂજ્યશ્રીને ઉપાશ્રયમાં લાવ્યા. પૂજયશ્રીનું આ અંતિમ ચૈત્યવંદન હતું. ઉપાશ્રયમાં પૂજ્યશ્રી જાતે જ ખુરશી ઉપરથી | ઉભા થઈ ગયા અને પાટ પર માત્રુ કર્યું. તે પછી ઓટમલજી કપૂરચંદજીએ કામની વહોરાવી અને વાસક્ષેપ લીધો. મૃત્યુથી એક કલાક પહેલાની જ આ ઘટના છે. આ છેલ્લી કામળી તથા છેલ્લો વાસક્ષેપ હતો. પછી પાટ પર બેસીને પૂજ્યશ્રી ( કાઉસ્સગ ધ્યાનમાં બેસી ગયા (મૃત્યુના અર્ધા કલાક પહેલાની આ વાત છે) આ સમયે પણ પૂજ્યશ્રીએ ભીંત આદિનો ટેકો - નહોતો લીધો. પૂજ્યશ્રી તો પોતાની અંતિમ અવસ્થાની તૈયારી કરી રહ્યા હતા, પણ સાથે રહેનારા મુનિઓ તો ઉપચારની ચિંતામાં હતા. એક મુનિ (પૂ. કુમુદચંદ્રવિજયજી) એ પૂજ્યશ્રીને ઉપાડવાની કોશીશ કરી, પરંતુ પૂજ્યશ્રી તો મેરૂપર્વતના
C
arin
-
)