________________
સંસાર હાથે કરીને ઊભો કર્યો છે. ઘટાડવાનું ક્યાંય નામ નથી. અત્યારે સંસારમાં જન્મ-મરણ ચાલુ છે તે બરાબર છે ? કે કંટાળો આવે છે ?
દેહનો ત્યાગ એટલો જ મોક્ષનો અર્થ નથી. કેવળજ્ઞાનીઓનો પણ દેહ છૂટે છે. દેહ છૂટવાની સાથે કર્મ છોડી દેવા તે મોક્ષ છે. દેહ છૂટવાની સાથે વિષય-કષાયના સંસ્કાર સાથે લઈ જવા તે મરણ છે.
સાત જન્મ સુધી સર્વવરિત મળી જાય તો અવશ્ય મરણને મોક્ષમાં બદલાવી શકીએ.
સંસારના સાગરમાં દેશિવરતિની નાવડી નહિ ચાલે, સર્વવિરતિનું સ્ટીમર જોઈશે. માત્ર વેષનહિ, ભાવસાધુપણું જોઈએ. છકાયની રક્ષા સાથે આત્મા (શુભ અધ્યવસાયો)ની રક્ષા કરે તેને ભાવ સાધુપણું મળે.
અત્યારે શ્રાવકોની તત્ત્વરુચિ ઘટી ગયેલી દેખાય છે. આજથી ૬૦-૭૦ વર્ષ પહેલા કેવા તત્ત્વજિજ્ઞાસુ શ્રાવકો હતા ? આજે ક્યાં છે ?
આજે તમે છુટ્ટીના કારણે મોટી સંખ્યામાં આવો છો, પણ વાસ્તવમાં જિનવાણી શ્રવણનો રસ ખરો ?
આ તીર્થ ઉત્તમ બન્યું છે. એને હવા ખાવાનું સ્થાન નહિ બનાવતા. વાસક્ષેપ ન મળે તો કોઈ નારાજ નહિ થતા. ગુરુમુખે ધર્મલાભ સાંભળ્યો. આશીર્વાદ મળી ગયા, કામ થઈ ગયું. મોટો ધસારો થતો હોવાથી વાસક્ષેપ નાખી શકતો નથી. ડૉ.ની પણ ના છે.
પંચવસ્તુક : માત્ર કષ્ટથી આત્મશુદ્ધિ થતી હોય તો બળદો, મજૂરો વગેરે ઘણા કષ્ટો સહે છે. એમાં આજ્ઞાપૂર્વકની આત્મશુદ્ધિનું લક્ષ્ય હોવું જોઈએ.
જો કષ્ટે મુનિ મારગ થાવે, બળદ થાયે તો સારો; ભાર વહે જે તાવડે ભમતો, ખમતો ગાઢ પ્રહારો.’ ઉપા. યશો. ૩૫૦ ગાથાનું સ્તવન અભિગ્રહો ધા૨વાથી સત્ત્વ વધે છે. ક્ષુધાદિ પરિષહો સહવાની શક્તિ આવે છે. અહંકાર, મોહ, મમત્વ આદિ દોષો ટળે છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
* ૨૩૫