________________
प्रवचन की लाक्षणिक मुद्रा, वढवाण, वि.सं. २०४७
શ્રાવણ વદ ૮ ૦૩-૦૯-૧૯૯૯, શુક્રવાર
• તારે તે તીર્થ. જેને પોતાના ડૂબવાનું ભાન હોય તે જ તરવાની ઝંખના કરે. ડૂબી રહ્યા છીએ તેમ લાગે છે ?
પ્રાણીને બચાવવાનું કામ તીર્થનું છે. વિષય-કષાયમાં ફસાવું એટલે ડૂબવું ! ડૂબતો માણસ બચવા ઈચ્છે, કેદી કેદમાંથી છૂટવા ઈચ્છે તેમ ધર્મી સંસારથી છૂટકારો છે.
આશ્ચર્યની વાત છે ! કેટલાય જીવો વારંવાર એ કેદમાં જવા ઈચ્છે છે.
પેલો વાણીયો જાણી જોઈને કેદમાં જવા ગુન્હા કરવા લાગ્યો. પૂછતાં કહ્યું : મેં ત્યાં વેપાર કર્યો છે. હવે બીજીવાર જાઉં તો ઉઘરાણી થઈ શકે ને ?
તમે આવા નથી ને ? જેલ જેવા સંસારમાં ફરી-ફરી જવાનું મન થતું નથી ને ? તમારે કોઈ હિસાબ બાકી રહ્યા નથી ને ? જર-જોરૂ-જમીન ત્રણ આસક્તિના ને ઝગડાના મૂળ છે.
૨૩૪
*
*
*
*
*
*
*
*
* * * કહે