________________
આશીર્વાન તે ગુણ પૂછ્યશ્રી, વિ.સં. ૨૦૪૭, વઢવાણ ( ગુરાત )
શ્રાવણ વદ ૭
૦૨-૦૯-૧૯૯૯, ગુરુવાર
સાધુ અને શ્રાવકધર્મ બે પ્રકારનો ધર્મ ભગવાને ભૂમિકાના ભેદથી બતાવ્યો છે. કારણ કે જીવોની ભૂમિકા તેવી હોય છે. દૃઢ મનોબળી સાધુ અને હીન મનોબળી શ્રાવક બને છે.
૨૩૦
સાધુપણું એટલે ભગવાનની આજ્ઞાનું પૂર્ણ પાલન. શ્રાવકપણું એટલે ભગવાનની આજ્ઞાનું અપૂર્ણ પાલન, પણ શ્રદ્ધા પૂર્ણ.
હમણા ભગવતીમાં ભગવાન માટે વિશેષણ આવ્યું : ‘૩પ્પન્નનાળવંસને’ ઉત્પન્ન કેવળજ્ઞાનવાળા, એમ લખ્યું, પણ ‘નાળવંસળધરે’ન લખ્યું. તે એમ જણાવે છે કે કેવળજ્ઞાન ઉત્પન્ન કરવું પડે છે. જે કોઈ પણ જીવ કરી શકે છે. અન્યદર્શનીની જેમ અહીં અનાદિકાળથી જ્ઞાન છે, એવું નથી, ઉત્પન્ન થયેલું છે.
નાનપણમાં મને અધ્યાત્મ માટેની રુચિ ખરી, પણ કયું સાચું અધ્યાત્મ તે કયું ખોટું ? તેની ગતાગમ નહિ, પણ
* * કહે કલાપૂર્ણસૂરિ-૧