________________
ગ્રહણ કરે છે.
ભગવાન માટે જરૂરી તો આપણા માટે નહિ ? શ્રાવકો પણ અભિગ્રહાદિ ધારણ કરતા હોય તો સાધુ ધારણ ન કરે ? કચ્છ જેટલી કમાણી પણ મુંબઈમાં ન થાય તો તમે શું કરો ? આપણે પણ સંસાર છોડી અહીં આવ્યા. અહીં આવ્યા પછી પણ કમાણી ન વધારી તો વિચારવા જેવું નહિ ? મને કદી યાદ નથી આવતું કે મેં કદી પ્રમાદ કર્યો હોય કે સમય નકામો બગાડ્યો હોય.
મુક્તિના મુસાફરને પ્રમાદ ન જ પરવડે.
સાધુ ગોચરીએ નીકળે ત્યારે દ્રવ્યાદિ અભિગ્રહ ધારણ કરીને નીકળે. અભિગ્રહ ધારણ કરવામાં પણ પ્રસન્નતા. એમની પ્રસન્નતાની સંસારીને ઈર્ષ્યા થાય. તમારી પ્રસન્નતા કોઈ ન જુએ તો કોણ તમારી પાસે આવશે ?
પ્રસન્નતા ચુંબકીય તત્ત્વ છે, જે અન્યને તમારી પાસે ખેંચે છે. આજના કાળમાં પણ સાધુ ચક્રવર્તીથી પણ ચડી જાય તેવી પ્રસન્નતાનો સ્વામી બની શકે છે.
સાધુ-સાધ્વી તીર્થના સેવક છે, એટલું જ નહિ તે સ્વયં પણ તીર્થરૂપ છે. એટલે તમને ભગવાન પણ પ્રણામ કરે એવા સ્થાને છો. તીર્થને તીર્થંકર પ્રણામ કરે છે : णमो तित्थस्स ।
આ તીર્થના પ્રભાવથી જ પ્રલયકાળના મેઘ અટકી રહ્યા છે. આવા તીર્થની પ્રાપ્તિની કેટલી ખુમારી હોય ? આમ્રભટ્ટ બહુ જ ઉદાર. કોઈ વિજય મેળવીને તે આવ્યો. રાજા કુમારપાળે તેને સોનૈયાના થેલા ભરીને આપ્યા. હીરાનો હાર પણ આપ્યો. બહાર નીકળ્યા પછી યાચકોએ તેને ઘેરી લેતાં બધું જ દાનમાં આપી દીધું, હીરાનો હાર પણ આપી દીધો.
પાટણમાં ચોમેર પ્રશંસા થવા લાગી.
ઈર્ષ્યાળુઓએ કુમારપાળને કાન ભંભેરણી કરી : આપનાથી પણ વધુ પ્રશંસા આમ્રભટ્ટની થાય છે. દાન આપનું, પ્રસિદ્ધિ એની ! આ તો આપનું અપમાન કહેવાય. એનો
કહે કલાપૂર્ણસૂરિ-૧ * *
** ૨૨૩