________________
ભગવાનની આજ્ઞા - अवलंबऊण कज्जं जंकिंचि समायरंति गीयत्था ।
थेवावराह बहुगुण, सव्वेसिं तं प्रमाणं तु ॥ ण य किंचि अणुन्नायं पडिसिद्धं वावि जिणवरिंदेहिं । तित्थगराणं आणा कज्जे सच्चेण होअव्वं ॥
- પંચવજુક ૨૭૯ ૨૮૦ કોઈ નિમિત્તનું આલંબન લઈને જે કંઈ પણ ગીતાર્થો આચરે છે, થોડો દોષ અને ઘણો લાભ હોય, તેવા કાર્યો પ્રમાણભૂત છે.
એકાન્ત ભગવાને કોઈપણ ચીજનો નિષેધ નથી કર્યો કે વિધાન નથી કર્યું. પરંતુ કોઈપણ કાર્યમાં ખરા હૃદયથી રહો, એ જ ભગવાનની આજ્ઞા છે.
જ પુષ્ટિ અને શુદ્ધિ આ બે ધ્યાનમાં રાખો. જ્ઞાન અને દર્શનની પુષ્ટિ થવી જોઈએ. દોષો (કમ)ની શુદ્ધિ થવી જોઈએ. દરેક અનુષ્ઠાનમાં આ હોવા જોઈએ.
વૈદ્ય પહેલા શુદ્ધિ કરે; વિરેચનાદિ આપીને. પછી વસંતમાલિની આદિ દ્વારા પુષ્ટિ કરે.
- સાધુપણાની દરેક ક્રિયા, જ્ઞાનાદિની વૃદ્ધિ જ કરનારી છે. પ્રતિક્રમણ પડિલેહણ ચૈત્યવંદન વગેરે બધું જ. સૂક્ષ્મતાથી જુઓ.
કેટલીક ક્રિયા જ્ઞાનાદિ વૃદ્ધિ માટે, પુષ્ટિ માટે છે. કેટલીક ક્રિયા કર્મની શુદ્ધિ માટે છે.
- ઈરિયાવહિયં જીવમૈત્રી સૂત્ર, તસ્ય ઉત્તરી શુદ્ધિ સૂત્ર અને કાયોત્સર્ગમાં લોગસ્સ ધ્યાનસૂત્ર છે.
કાયિક - ઠાણેણં - કાયોત્સર્ગ મુદ્રા. વાચિક - મોણેણં - લોગસ્સ માનસિક રીતે બોલવું.
માનસિક પ્લાન - ઝાણેણં - માનસિક વિચારણા. તીર્થકરોના ગુણની.
કાયોત્સર્ગ તીર્થકરો દ્વારા આચરિત ઉત્કૃષ્ટ ધ્યાન છે. પ્રશ્ન : કાયોત્સર્ગમાં આત્મધ્યાન ક્યાં આવ્યું ? ઉત્તર : પરમાત્મામાં આત્મા આવી જ ગયો. મન-વચન
૨૧૨
*
*
*
*
*
*
*
*
* *
* # કહે