SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ પ્રત્યે પ્રેમ ન હોય તો આ જ્ઞાન - દર્શન - ચારિત્ર મળે જ નહિ . યશોવિ. ત્યાં સુધી કહે છે : “તાહરૂં ધ્યાન તે સમકિતરૂપ, તેહિ જ જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી...' ભગવાનનું ધ્યાન એ જ દર્શન, જ્ઞાન અને ચારિત્ર છે. - સર્વવિરતિનું આપણને સૂક્ષમ અભિમાન છે. આથી જ સ્વાધ્યાય પર જોર તો આપીએ છીએ, પણ ભક્તિ પર નહિ. સ્વાધ્યાય કરીશું, પુસ્તકો વાંચીશું, લખીશું, વ્યાખ્યાન આપીશું, પ્રસિદ્ધિનો આ જ માર્ગ છે ને ? ભગવાન પર પ્રેમ ક્યાં છે ? મા જેમ પરાણે પણ બાળકને જમાડે તેમ મહાપુરુષો આપણને પરાણે પણ ભકિતમાં જોડે છે. એટલે જ તો દિવસમાં સાત વાર ચૈત્યવંદનનું વિધાન છે. જગચિંતામણિમાં નામાદિ ચારેયથી ભગવાનની ભક્તિ થઈ શકે; જો કરવી હોય. જગચિંતામણિ રોજ ત્રણ વાર, ચોવિહાર ઉપવાસમાં એક વાર અને તિવિહાર ઉપવાસમાં બે વાર બોલીએ છીએ, પણ કદી અર્થના ઊંડાણમાં ઊતર્યા ? » ‘મ િર્માવતિ થાય' અહીં “ધાર્યા' લખ્યું, વહા' નહિ . ધારી રાખવી એટલે જનમ-જનમમાં સાથે આવે એ રીતે ભક્તિના દઢ સંસ્કાર પાડવા. ઉપયોગ ધ્યાનનો જ પર્યાયવાચી શબ્દ છે. ઉપયોગ એટલે જાગૃતિ, સાવધાની. અનુષ્ઠાન, ઉપયોગ-સહિત હોય તો જ નિરતિચાર થાય. • ઠાણેણં–કાયિક, મોણેણં-વાચિક, ઝાણેણં-માનસિક ધ્યાન. આમ કાયોત્સર્ગમાં ત્રણેય યોગોનું ધ્યાન આવી ગયું. ૦ પૂ.. ભદ્રકવિ. મ. કહેતા : લોગસ્સ સમાધિ સૂત્ર છે. તેનું બીજું નામ નામસ્તવ અને ત્રીજું નામ લોકોદ્યોતકર છે. અહીં લોકથી લોકાલોક લેવાનું છે. મીરાં, કબીર, ચેતન્ય આદિ જૈનેતરો પણ પ્રભુ-નામ કીર્તનના માધ્યમે સમાધિ સુધી પહોંચી શક્યા છે. લોગસ્સ પ્રભુ નામ-કીર્તનનું સૂત્ર છે. કહે કલાપૂર્ણસૂરિ-૧ * * * * * * * * * * * ૨૦૧
SR No.032613
Book TitleKahe Kalapurnasuri Part 01 Gujarati
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherShanti Jin Aradhak Mandal
Publication Year2003
Total Pages708
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy