________________
ભક્તિશાસ્ત્રો છે. 'भत्तीइ जिणवरिंदाणं सिज्झंति पुव्वसंचिआ कम्मा ।'
સૂયગડંગમાં વીરસ્તુતિ અધ્યયન, (તેરાપંથીમાં માંગલિક તરીકે વપરાય છે)થી મારણાંતિક કષ્ટો દૂર થાય છે.
જંબૂસ્વામીએ પૂછ્યું : મેં મહાવીર સ્વામી નથી જોયા. આપે જોયા છે તો આપ વર્ણવો. આના જવાબમાં સુધર્માસ્વામીએ ભગવાન મહાવીરસ્વામીનું આબેહૂબ વર્ણન કર્યું છે તે સૂયગડંગમાં વીરસ્તુતિ અધ્યયન તરીકે સમાવિષ્ટ છે. - તમારી પાસે બુદ્ધિ છે, લખવાની શક્તિ છે તો આ બધાનું સંકલન કરીને ભક્તિશાસ્ત્ર વિષે લખી શકાય. ભક્તિના મૂળસ્રોત ગણધર ભગવંતો છે.
નામાદિ ૪ પ્રકારે ભક્તિદર્શક સૂત્રોની ઝલક :
નામ : લોગસ્સ (નામસ્તવ, લોગસ્સ કલ્પ વગેરે સાહિત્ય, “સાહિત્ય વિકાસ મંડળ” તરફથી બહાર પડેલું છે.)
સ્થાપના : અરિહંત ચેઈઆણે સૂત્ર. દ્રવ્ય : જે અ અઈઆ સિદ્ધા. ભાવ : નમુત્થણે સૂત્ર
- સૂર્યાભ દેવે ભક્તિ માટે ભગવાનની મંજૂરી માંગી, નૃત્ય, નાટ્ય વગેરે તેણે શરૂ કર્યું. સાધુ-સાધ્વીજી બેઠા રહ્યા. પ્રભુ-ભક્તિ થતી હોય ત્યારે બેસવાથી સ્વાધ્યાય જેટલો જ લાભ થાય.
ભગવાનમાં ગુણોનો અને પુણ્યનો પ્રકર્ષ છે. સામાન્ય કેવળીમાં પુણ્યનો એટલો પ્રકર્ષ નથી હોતો. ભગવાનના ગુણો અને પુણ્ય બીજાને કામ લાગે જ. આત્મકલ્યાણથી તત્ત્વ પમાય. પરોપકારથી તીર્થ ચાલે.
૧૯૮
* * * * * * * * * * * *
* કહે કલાપૂર્ણસરિ-૧