________________
- દીક્ષા વખતે કરેમિ ભંતે દ્વારા સામાયિકનો પાઠ ઉચ્ચારીએ છીએ. સામાયિક એટલે સમતા. એના વિના સાધનાનો પ્રારંભ થઈ શકે નહિ. ઝઘડો કરીને તમે માળા ગણી જુઓ - મન નહિ લાગે. સરોવરમાં ગમે તે સ્થાને એક નાનો કાંકરો ફેંકો. એના તરંગો બધે જ ફેલાઈ જશે; ઠેઠ કિનારા સુધી. સરોવરની જેમ જગતમાં પણ આપણા શુભાશુભ કાર્યોના તરંગો ફેલાય છે. જીવાસ્તિકાય એક છે, બે નથી. આથી જ ‘સવ્વપાપમૂળવત્તા માસાયUTIV' એમ પગામસિજ્જયમાં કહ્યું, સકળ, જીવરાશિની માફી માગી. સર્વ જીવો પર મૈત્રી કરવાની જ છે. કદાચ નિર્ગુણી પ્રત્યે માધ્યચ્ય રાખવું પડે તો પણ તે મૈત્રી અને કરુણાથી યુક્ત જ હોવું જોઈએ.
મુંબઈ જઈને દર વર્ષે ગૃહસ્થોની રકમ વધતી જાય ને ? સાધુ જીવનમાં એ રીતે સમતા વધે છે ખરી ? સાધુ જીવનના અનુષ્ઠાનો જ એવા છે જે સમતા વધારે. ‘તપોથના:, જ્ઞાનધન , સમતાથના: નુ પુન:' એમ કહ્યું છે.
જ્ઞાનની મૂડી વધે તેમ સમતા વધે. માટે જ જ્ઞાન પછી શમાષ્ટક, જ્ઞાનસારમાં મૂક્યું છે.
पीयुषमसमुद्रोत्थं, रसायनमनौषधम् । अनन्यापेक्षमैश्वर्यं, ज्ञानमाहुर्महर्षयः ॥
- જ્ઞાનસાર-શનાષ્ટક ૪નાનપણમાં મારી પાસે બે ગ્રંથો આવ્યા. કેશરસૂરિકૃત - “આત્મજ્ઞાન પ્રવેશિકા અને મુનિસુંદરસૂરિકૃત - “અધ્યાત્મ કલ્પદ્રુમ.”
આ વાંચ્યા પછી અધ્યાત્મની રુચિ પ્રગટી. મારવાડમાં પુસ્તકો બહુ ઓછા મળે. કોઈકે પુસ્તકો લખ્યા તો આપણને કામ લાગ્યા. તો આપણું જ્ઞાન પણ બીજાને ઉપકારક બને, તેવું કંઈ નહિ કરવું ? ગૃહસ્થો પાસે સંપત્તિની મૂડી છે. તેઓ તે આપે છે. આપણે જ્ઞાન આપવાનું છે.
જ્ઞાન આપવાથી કદી ખૂટતું તો નથી જ, પ્રત્યુત વધતું જ રહે છે.
કહે
*
*
*
*
*
*
*
*
*
*
* ૧૯૩