________________
वढवाण (गुजरात) में पूज्यश्री का प्रवेश, वि.सं. २०४७
સ્વયંભૂરમણ જેવો સમુદ્ર પણ નાનો પડે એટલી કરુણા ભગવાનના હૃદયમાં ભરેલી છે. તે ભવમાં જ નહિ, સમ્યક્ત્વથી પૂર્વના ભવોમાં પણ પરોપકાર બુદ્ધિ સહજ હોય છે. એમના સમ્યક્ત્વને વરબોધિ અને સમાધિને વરસમાધિ તરીકે શાસ્ત્રકારોએ ઓળખાવી છે. બીજા જીવો પોતાનો મોક્ષ સાધે, જ્યારે ભગવાન સ્વમોક્ષ સાથે અન્યોનો મોક્ષ પણ સાધી આપે. પોતે જ નહિ, બીજાને પણ જીતાડી આપે તે જ નેતા બની શકે. ભગવાન ઉચ્ચ નેતા છે. ‘નિખાનું નાવવાનું' છે. ઉત્તમોત્તમ, ઉત્તમ, મધ્યમ, વિમધ્યમ, અધમ અને અધમાધમ આ છ પ્રકારમાં ઉત્તમોત્તમ તરીકે માત્ર તીર્થંકર ભગવાનને ગણ્યા છે.
૧૯૨
શ્રાવણ સુદ ૧ ૧ ૨૨-૦૮-૧૯૯૯, રવિવાર
-
અહીં ચુંટણી નથી. એ સ્વયં ગુણોથી બીનહરીફ ચુંટાઈ આવે છે; આપણે ધર્મકારી ખરા, પણ ધર્મદાતા નથી. ભગવાન ધર્મદાતા છે, બોધિ-દાતા છે.
માટે જ ભગવાનને ધર્મે પોતાના નાયક બનાવ્યા છે.
* કહે કલાપૂર્ણસૂરિ-૧