________________
વળી પાછા પ્રેરક ગુરુને તોડનારા આપણે છીએ ! જેટલી વક્રતા અને જડતા વધુ તેટલો વિધિનિષેધનો ઉપદેશ વધુ ! માણસ જેટલો જંગલી અને અસભ્ય, કાયદા-કાનૂન તેટલા જ વધુ ! વધતા જતા કાયદા, માણસની વધતી જતી અસભ્યતાને બતાવે છે, વિકાસને નહિ.
પડિલેહણ ગોચરી મૌનપૂર્વક થવા જોઈએ. ગોચરી તો એવી રીતે થવી જોઈએ કે પાસે કોઈને ખબર જ ન પડે કે અહીં ગોચરી આદિ કંઈક ચાલે છે.
સાધુને ગુસ્સો નહિ કરવાની પ્રતિજ્ઞા આપવાનો સવાલ જ નથી. દીક્ષા લીધી ત્યારથી એ પ્રતિજ્ઞા છે જ. જ્યારે જ્યારે ગુસ્સો આવે ત્યારે-ત્યારે એ પ્રતિજ્ઞામાં અતિચાર લાગે છે. સાધુનું નામ જ ક્ષમાશ્રમણ છે. ૧૦ પ્રકારના યતિધર્મોમાં પ્રથમ ક્ષમા છે. સામાયિકનો અર્થ સમતા થાય છે. સમતાનો અભ્યાસ વધતો જાય તેમ આનંદ વધતો જાય.
ક્રોધથી અપ્રસન્નતા ને સમતાથી પ્રસન્નતા વધે છે. સમ્યક્ત્વ સામાયિક અને ચારિત્ર સામાયિક દીક્ષા વખતે જ સ્પષ્ટ આલાવાના ઉચ્ચારણપૂર્વક ઉચ્ચરાવવામાં આવે છે. યોગોહન એટલે શ્રુતસામાયિકની સાધના !
સંકલેશ સંસારનો, સમતા મોક્ષનો માર્ગ છે.
‘ક્લેશે વાસિત મન સંસાર,
ક્લેશ - રહિત મન તે ભવપાર.'
સંક્લેશથી ૧૪ પૂર્વી નિગોદમાં ગયા છે ને અસંક્લેશથી ‘મા રુષ મા તુષ’ આ બે વાક્ય પણ યાદ નહિ રાખી શકનાર માષતુષ મુનિ કેવળજ્ઞાની બન્યા છે.
નારકીનો જીવ જેમ નરકથી, કેદી કેદથી ભાગવા ઈચ્છે તેમ મુમુક્ષુ સંસારથી છૂટવા ઈચ્છે. ક્રોડપતિનો પુત્ર પણ વિષયોને વિષ જેવા માને.
પાંચ લક્ષણો અંદર રહેલી ઉત્કટ મુમુક્ષુતાને બતાવે છે. (૧) શમ : ગુરુ ગમે તેટલા કડવા વેણ કહે, પણ તે ગુસ્સે ન થાય.
(૨) સંવેગ : મોક્ષની તીવ્ર ઈચ્છા હોય. અર્થાત્
* કહે કલાપૂર્ણસૂરિ-૧
૧૯૦