________________
ભગવાનના દર્શન થાય, ભગવાનના આગમોમાં પણ ભગવાનના દર્શન થાય, તો કામ થઈ જાય. .
'मन्त्रमूर्ति समादाय देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः सोऽयं साक्षाद् व्यवस्थितः ॥'
પદ્યાનુવાદ : પ્રભુ મૂર્તિમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો પત્થરો, પ્રભુ-નામમાં છે શું પડ્યું ? છે માત્ર એ તો અક્ષરો !”
એવું કહો ના સજ્જનો, સાક્ષાત્ આ ભગવાન છે, નિજ નામ મૂર્તિનું રૂપ લઈ, પોતે જ અહીં આસીન છે !!
(હરિગીત) શિષ્યોએ ઊંઘમાં ખલેલ પાડી એના કારણે એક આચાર્યું આગમોની વાચના આપવી જ બંધ કરી. આટલા મોટા આચાર્યને પણ મોહ પ્રભુ અને પ્રભુનામ ભૂલાવી દે તો આપણે કોણ ? અહીં દર્શન મોહનીયનું આક્રમણ થયું.
મોહનીય કર્મ તમને તમારી જાત જણાવવા દેતો નથી, તો ભગવાનને ક્યાંથી જાણવા દે ?
નામ યુક્ત જ સ્થાપના, દ્રવ્ય અને ભાવ હોય. નામ વગરના શેષ ત્રણ નિક્ષેપ ન હોઈ શકે.
મૂર્તિ સામે છે. પણ કોની છે ? મહાવીરસ્વામીની.
“મહાવીરસ્વામી' આ નામ તેમની મૂર્તિ સાથે જડાયેલું હોય જ.
શહેરમાં તમે જાવ ને કોઈને તમે મળવા માંગો છો, પણ નામ જ ભૂલાઈ ગયું છે તો તમે શી રીતે મળી શકશો ? શી રીતે પૂછી શકશો ? નામ વ્યક્તિની ઓળખમાં સહાયક છે.
સામાન્ય વ્યક્તિનું નામ પણ આટલું મૂલ્યવાન હોય તો ભગવાનના નામના મૂલ્યની તો વાત જ શી કરવી ?
ભગવાનના દર્શન, માત્ર દર્શન ખાતર નથી કરવાના, ભગવાન થવા માટે કરવાના છે. ભગવાન ક્યારે બની શકાય ? ભગવાન કેવા છે ?
વીતરાગ ભગવાન રાગ-દ્વેષ વગરના છે. આપણે પણ તેવા બનવાનું છે, એ ખ્યાલ હોવો ઘટે.
૧૬૪
*
*
*
*
*
*
*
*
*
*
* * * કહે :