________________
A #g,w.248,865 જાન્ટ
તિ
ફર
वांकी (कच्छ) चातुर्मास प्रवेश, वि.सं. २०५५
ડ
શ્રાવણ સુદ ૪ ૧૫-૦૮-૧૯૯૯, રવિવાર
- રોજ છ કલાક સુધી ભગવાન શું કહેતા હશે ? સમ્યક્ત પામેલાનું સમ્યત્વ નિર્મળ બને. ન મળેલું હોય તેને સભ્ય દર્શન મળે. મળેલા ગુણ નિર્મળ બને, એવી તાકાત ભગવાનની દેશનામાં હોય છે.
૨ધ્યાનને તીક્ષ્ણ બનાવનાર જ્ઞાન છે. ઉપયોગની તીવ્રતા, તેનું નામ જ્ઞાન ! આપણું નામ આપણે ક્યારેય ભૂલતા નથી. પ્રભુનું નામ હજુ ભૂલાઈ જાય. આપણા નામમાં આપણો તીવ્ર ઉપયોગ છે. એ ભૂલાતું નથી, તેમ પ્રભુના નામ અને પ્રભુના સૂત્રો ભૂલાવા ન જોઈએ.
- મૂર્તિમાં હજુય આપણે ભગવાન માનીએ છીએ, પણ આગમોમાં, અક્ષરોમાં ભગવાન છે, એવું હજુ શિક્ષણ લીધું નથી. અન્ય દર્શનીઓમાં આ અંગે ઘણું છે.
દેરાસર બંધ હોય કે રાત્રિ હોય તો ત્યાં હજું ન જવાય, પણ ભગવાનનું નામ ન લેવાય એવું કોઈ ક્ષેત્ર કે એવો કોઈ કાળ નથી. એવી શ્રદ્ધા ઘટ્ટ બને કે ભગવાનના નામમાં પણ
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
* *
* * *
* *
* * * ૧૬૩