________________
થાય, સુખ છોડીને દુઃખમાં પડવાનું મન થાય.
ઘેર ઘેર ભિક્ષા માટે ફરતા, લોચ કરાવતા, તડકામાં ખુલે પગે ઘુમતા જૈન સાધુને જોઈ કોઈ જૈનેતરને પાપનો ઉદય લાગે તે સ્વાભાવિક છે.
આચાર્યશ્રી જવાબ આપતાં કહે છે : જે ભોગવતાં સંકલેશ થાય તે પાપ, સંક્લેશ ન થાય તે પુણ્ય. ગૃહસ્થને તો પળેપળે સંક્લેશ છે. સૌ પ્રથમ ગૃહસ્થને પૈસા જોઈએ. પૈસાની કોઈ ખાણ નથી. વેપાર, ખેતી કે મજૂરી બધે જ સખત મહેનત કરવી પડે છે. અહીં સંક્લેશ નથી થતો ? પૈસા કમાતાં સંક્લેશ ન થતો હોય, અશાંતિ ન જ થતી હોય, એવું કોઈ કહી શકશે ? સંક્લેશ હોય ત્યાં દુ:ખ એમ તમે જ કહ્યું. તો હવે ગૃહસ્થને પાપનો ઉદય ખરો કે નહિ ?
ગમે તેટલું મળ્યું હોય છતાં હજુ વધારે મેળવવાની તૃષ્ણા છે, તે સંક્લેશ ખરો કે નહિ ? ઇચ્છા, આસક્તિ, તૃષ્ણા આ બધા સંક્લેશના જ ઘરો છે.
સાધુને આવો સંક્લેશ નથી હોતો, સર્વ પરિસ્થિતિમાં સંતોષ હોય છે. સંતોષ એ જ ૫૨મ સુખ છે.
જે લક્ષ્મીમાં આસક્તિ થાય તે પાપાનુબંધી પુણ્યના પ્રભાવે મળેલી છે, એમ માનજો.
મૂર્છા સ્વયં દુઃખ છે. મૂર્છા મહાન સંક્લેશ છે. આ અર્થમાં મોટા રાજા-મહારાજાઓ પણ દુ:ખી છે. માણસ જેટલો મોટો, સંક્લેશ પણ એટલો જ મોટો ! સંક્લેશ મોટો તેટલું દુઃખ પણ મોટું ! મોટા રાજકારણીઓનું જીવન જોઈ લો.
‘શત્રુ રાજા ચડી આવશે તો ? ચલો, મોટો કિલ્લો બનાવીએ. શત્રુને હંફાવીએ.' આવી ચિંતા અગાઉ રાજાઓને રહેતી.
આજે હરીફ રાજકારણીને હરાવવા હંફાવવા, વોટ મેળવવા, પ્રતિપક્ષી દેશને હરાવવા, અણુબોંબ બનાવવા વગેરે અનેક સંક્લેશો દેખાય જ છે.
પ્રશ્ન ઃ સાધુપણું આટલું ઉંચું હોવા છતાં તે લેનારા થોડા, તેનું કારણ શું ?
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
** ૧૪૦