________________
બિલ્કુલ નહિ. નિર્મળતા વગરની એકાગ્રતાનું કોઈ મૂલ્ય નથી. એ તો બિલાડીને પણ સુલભ છે, બગલાને પણ સુલભ છે. જેને ભાવચારિત્ર પ્રાપ્ત થયું છે તેને સમાપત્તિ સિદ્ધ થઈ છે, એમ સમજવું.
અધ્યાત્મસાર ઃ ‘મત્તિ ભગવતિ ધાર્યાં...' પાંચ મિનિટ પણ જો તમારી આંખો હૈયું - વગેરે ભગવાનમાં ઠરે તો નિર્મળતા આવે, ધ્યાન સુલભ બને. ભગવાનની ભક્તિ કરીએ તો ભગવાન આપણા બની જાય. ભગવાન જગતના છે એ બરાબર, પણ જ્યાં સુધી ‘મારા ભગવાન’ બનતા નથી ત્યાં સુધી ભક્તને સંતોષ થતો નથી.
-
અંજન વખતે હું માનું છું : ભગવાનનું અંજન કરનાર હું કોણ ? ભગવાને મારું અંજન કર્યું. પોતાનું સ્વરૂપ યાદ કરાવ્યું. ભક્તિ એટલે ૭ રાજલોક દૂર રહેલા ભગવાનને હૃદયમાં બોલાવવાની કળા'. યશોવિ.ના મનમાં પેઠા’ તો આપણા હૃદયમાં ન પ્રવેશી શકે ? ભગવાનના પ્રવેશ વિના તો પેઠા’ શબ્દ નહિ જ વાપર્યો હોય.
દૂર રહેલા ભગવાનને નજીક લાવી આપે તે ભક્તિ. ભક્તિ લોહચુંબક છે, જે ભગવાનને ખેંચી લાવે છે.
‘તુમ પણ અલગા રહ્યે કિમ સરશે ? ભક્તિ ભલી આકર્ષી લેશે...
ગગને ઊડે દૂરે પડાઈ, દોરી બળે હાથે રહી આઈ...’
માનવિજય
પતંગ ભલે દૂર છે; દોરી હાથમાં છે. ભગવાન ભલે દૂર છે, ભક્તિ હાથમાં છે. દોરી હાથમાં છે તો પતંગ ક્યાં જવાનો છે ? ભક્તિ હૃદયમાં છે તો ભગવાન ક્યાં જવાના છે ?
✩
83
કહે કલાપૂર્ણસૂરિ-૧
-
૧૨૦