________________
(૧) નિર્મળતા, (૨) સ્થિરતા અને (૩) તન્મયતા.
સ્વભાવરમણતા, સામાયિક, આ જૈન દર્શનના સમાપત્તિ માટેના શબ્દ છે. સં. ૨૦૨૬માં પૂ.પં. ભદ્રંકરવિ.ને લખ્યું. રાજી થયા. નવસારીની બાજુના જલાલપુરમાં પરમ શાંતિ હતી. મહિનામાં હું પાંચ ઉપવાસ કરતો. ત્યાંના પરમ શાંત વાતાવરણમાં ધ્યાન લાગી જતું. ૦ અહિંસાથી... નિર્મળતા... ઉપશમ... દર્શન.
સંયમથી... સ્થિરતા... વિવેક... જ્ઞાન.
તપથી... તન્મયતા... સંવર... ચારિત્ર આવે. આ ત્રિપુટી બધે જ ઘટે.
આમ જોઈએ તો ત્રણેમાં ત્રણે ત્રણ પણ ઘટે. દાનથી નિર્મળતા, શીલથી સ્થિરતા, તપથી તન્મયતા. ભાવથી ત્રણેયની એકતા. પ્રશ્ન : આ સમાપત્તિ સમ્યક્ત પહેલા હોય કે પછી ?
ઉત્તર : જેટલા “કરણ” અંતવાળા શબ્દો (અપૂર્વકરણ, યથાપ્રવૃત્તિકરણ વગેરે) છે, તે બધા જ સમાધિવાચક છે.
કરણ એટલે – “નિર્વિકલ્પ સમાધિ !'
• ધ્યાનવિચાર ગ્રંથ વાંચ્યા પછી લાગ્યું કે બધી જ ધ્યાન પદ્ધતિઓ આમાં સમાયેલી છે.
૪ લાખ, ૬૮ હજારથી વધારે ધ્યાનના ભેદો તેમાં બતાવેલા છે. તમે કોઈએ વાંચ્યો છે કે નહિ ? તે ખબર નથી, પણ વાંચવા જેવો છે, એમ જરૂર કહીશ.
અભવ્ય જીવ પણ અનંતીવાર યથાપ્રવૃત્તિકરણ કરે. યથાપ્રવૃત્તિકરણ એટલે “અવ્યક્ત સમાધિ” – એમ હરિભદ્રસૂરિજી કહે છે. ચરમ યથાપ્રવૃત્તિકરણ ચરમાવર્ત કાળમાં જ આવે.
કાળ પણ પૂરક છે. અચરમ કાળ ન હોય તો ચરમ કાળ શી રીતે આવત ?
અભવ્ય જીવને પણ “વિષય સમાપત્તિ” થાય, ભાવસમાપત્તિ ન થાય. વિષય સમાપત્તિ વિના એકાગ્રતા ન આવે.
કહે
#
#
#
#
#
#
#
#
#
# # #
૧૨૫