________________
વાંજી (૭) ચાતુર્માસ પ્રવેશ, વિ.સં. ૨૦
અષાઢ વદ ૯ + ૧૦ ૦૬-૦૮-૧૯૯૯, શુક્રવાર
૧૫ દુર્લભ પદાર્થોમાં સંયમ - શીલ, ક્ષાયિકભાવ, કૈવલ્ય અને મોક્ષ સૌથી વધુ દુર્લભ છે. જો કે, પંદરેય વસ્તુઓ ઉત્તરોત્તર વધુ ને વધુ દુર્લભ છે.
સંયમની ભાવના આ ભવમાં નહિ તો ભવાંતરમાં તો ઉદયમાં આવે જ. શક્ય હોય તો આ જ જન્મમાં સંયમ લેવું.
ઉત્તરોત્ત૨ વસ્તુ ન મેળવો કે મેળવવાની ઈચ્છા ન રાખો તો પૂર્વ પૂર્વની ચીજો પણ ચાલી જાય.
સમ્યક્ત્વના ૬૭ બોલ, સમ્યક્ત્વને ટકાવે પણ ખરા, ન આવેલું હોય તો લાવે પણ ખરા. તે કાર્ય પણ છે ને કારણ પણ છે.
૧૨૪
નફો ન વધે તો દુકાનનો અર્થ નથી, તેમ બળ, આયુષ્ય વગેરે મળ્યા પછી તેના દ્વારા સમ્યક્ત્વાદિ ન મળે તો કોઈ અર્થ નથી.
સમાપત્તિ (યોગાચાર્યોનો શબ્દ)ના ૩ કારણો :
* કહે કલાપૂર્ણસૂરિ-૧