________________
ખોખા ભરીને રાખીએ એ ઉપકરણ નહિ, અધિકરણ કહેવાય. જ્યારે જોઈએ ત્યારે મળે છે. શા માટે ખોખા ભરવા ? ઉપડે એટલી જ ઉપધિ રાખવી. વધુની જરૂર શી છે ?
આપણને જોઈને નવા પણ શીખશે, એ ભૂલતા નહિ.
ભચાઉમાં પૂ. કનકસૂરિજી મ. સાથે અમે હતા. ગચ્છાધિપતિ પાસે સ્ટોક રાખવો પડે; ઉપગ્રહ – ઉપકાર કરવા માટે.
અમૃતભાઈના પિતા ગોરધનભાઈએ કહ્યું : તમારે આટલો પરિગ્રહ ? “આ તો આચાર્ય ભગવંતના છે. અમે કહ્યું પછી સમજ્યા. આચાર્ય મ.ને જરૂર પડે, પણ બીજા બધાને શી જરૂર ?
“પોટકાં આવ્યા કે નહિ ? ખોવાઈ તો નથી ગયા ને ?' પછી મન આવા જ વિચારોમાં રહે.
પરિ એટલે ચારે બાજુથી, “ગ્રહ' એટલે લેવું તે પરિગ્રહ. “બાવો બેઠો જપે. જે આવે તે ખપે.' ખોખામાં ધ્યાન ન રાખીએ તો કેટલા જંતુઓ પડે ? ખોખા વધે એટલે કબાટ જોઈએ. કબાટ ઓછા પડે એટલે ફલેટ જોઈએ. જ્યાં સુધી પહોંચ્યા ! આપણે ?
છતાં કહેવાઈએ અપરિગ્રહી ! બોક્ષથી મોક્ષ મળશે, એવું તો નથી માની લીધું ને ?
શિષ્યાદિ પર રાગ પણ પરિગ્રહ છે. મૂચ્છ એ જ પરિગ્રહ છે. પાછલા દરવાજે પરિગ્રહ આવી ન જાય, તેનો ખ્યાલ રાખવાનો છે.
૧૦૮ માળની બિલ્ડીંગ, એકેક માળમાં ૧૦૦ ઓરડા. બધા પૂર્ણરૂપે હીરા-મોતીથી ભરેલા છે. બધો થઈને કેટલો માલ ?
આપણા આત્માના અસંખ્ય પ્રદેશ છે. એકેક પ્રદેશમાં અનંત ગુણો છે. કેટલા ગુણો થશે ?
આ ગુણો પ્રાપ્ત કરવા પ્રયત્ન કરો તો ?
ભણવાનો - ગુણો નો લોભ સારો છે, તપનો, સ્વાધ્યાયનો, સેવાનો લોભ સારો છે, પણ વસ્તુઓ ભેગી કરવાનો લોભ ખતરનાક છે. એનાથી બચવા જેવું છે.
કહે કલાપૂર્ણસૂરિ-૧
*
*
* *
* *
*
* *
* * *
* ૦૩