________________
જીવે અત્યાર સુધી આ જ કામ કર્યું છે. આ રીતે પરની અને સ્વની હિંસા જ કરી છે.
દા.ત. ગુસ્સામાં જેમ તેમ બોલ્યા. આથી સામાને પણ ગુસ્સો આવ્યો. અહીં બંનેના ભાવપ્રાણોની હિંસા થઈ. ‘સ્વગુણ ૨ક્ષણા તેહ ધર્મ
સ્વગુણ વિધ્વંસના તે અધર્મ' આ નૈશ્ચયિક અર્થ છે. બીજાની રક્ષા કરતાં, બીજાની જ નહિ, આપણી પણ રક્ષા થાય છે. માટે જ સાધુ માટે પ્રમાદ એ જ હિંસા કહેવાય છે. હિંસા ન થઈ હોય, પણ સાવધાની ન હોય, પ્રમાદ હોય તો હિંસાનો દોષ લાગે જ.
નથી.
‘प्रमत्तयोगात् प्राणव्यपरोपणं हिंसा'
તત્ત્વાર્થસૂત્ર.
અપ્રમત્તપણે ચાલતાં જીવ ચંપાઈ જાય તો પણ હિંસા
·
દ્રવ્યહિંસા નજરે ચડે છે. ભાવહિંસા નજરે ચડતી નથી. આ જ તકલીફ છે.
આવા તત્ત્વદષ્ટા ગુરુનો યોગ મળે ત્યારે યોગાવંચકની પ્રાપ્તિ થાય. કાળનો પરિપાક થાય ત્યારે જ આ બધું મળે. આવા સદ્ગુરુ આપણી દ્રવ્ય-ભાવથી રક્ષા કરે. ગુણસંપન્ન બનાવે. ભગવાન સાથે જોડાવી આપે.
ભવભ્રમણનું મૂળ ગુણહીનતા છે. માટે સદ્ગુણોનો સંગ્રહ કરો. ધન વગેરે અહીં જ રહી જશે. ગુણો ભવાંતરમાં પણ સાથે ચાલશે. સદ્ગુણો જેવી કોઈ ઉત્તમ સંપત્તિ નથી. ભગવાન આપણને ગુણસંપત્તિ આપે છે.
ગુરુ માત્ર શ્રુતજ્ઞાન ભણેલા હોય એટલું જ નહિ, એમાં ઉપયોગવાળા હોય. જે વખતે જેની જરૂર હોય તે સ્મૃતિમાં હોય. ચરણાનંદી હોય. જ્ઞાનની તીક્ષ્ણતા એ જ ચારિત્ર ગણ્યું છે. ‘જ્ઞાનની તીક્ષ્ણતા ચરણ તેહ’
આત્મતત્ત્વનું આલંબન લઈ તેમાં રમણ કરે, તેનો આસ્વાદ લે, આવા સદ્ગુરુના યોગથી અનેક જીવો ગ્રંથિભેદ કરી સમ્યક્ત્વ પામે.
આવા ગુરુના ગુણો ગુરુની પાસે હોય (હે), પણ તેમની
કહે કલાપૂર્ણસૂરિ-૧ *
* ૫૫