________________
હોય ? તે જાણી શકશો.
અધ્યાત્મગીતા પૂ. દેવચન્દ્રજીનો અદ્ભુત ગ્રંથ છે. અધ્યાત્મપ્રેમીઓ માટે સાચે જ ગીતા છે. ચોવીશીની જેમ આ પણ અમરકૃતિ છે. માત્ર ૪૯ શ્લોકો છે. એમાં સાત નથી સિદ્ધ કોને કહેવાય ? તે સૌ પ્રથમ બતાવ્યું છે.
“જિણે આતમા શુદ્ધતાએ પિછાણ્યો, તિણે લોકઅલોકનો ભાવ જાણ્યો. “ ના સો સળં નાપડુિં, સંબં ગાઈફ નો નાઈટ્ટ ' આચારાંગસૂત્રના આ પદોનો ભાવ સહજ રીતે અધ્યાત્મગીતાની ઉપરની પંક્તિમાં ગોઠવાઈ ગયો છે.
* અનાદિકાળથી જીવ મોહાધીન છે. અનુકૂળ વિષયો ભોગવવા આસક્તિપૂર્વક આતુર છે. આસક્તિથી વધુ ને વધુ પુગલો (કર્મો) ચોટે. એરંડીયાનું તેલ લગાવી ધૂળમાં આળોટો શું થાય ? આથી જ નિયાણાની ના પાડી છે. આસક્તિ વિના નિયાણું ન થાય.
“શરીર એ હું છું પરકર્તુત્વનો આવો ભાવ રહે ત્યાં સુધી કર્મ બંધાયા જ કરે.
છે માત્ર ભણવાથી પંડિત થવાય, પણ આત્માનુભવી થવા જ્ઞાની થવું પડે, આત્માને વેદવો પડે, અધ્યાત્મગીતા જેવા ગ્રંથો આત્મા તરફ વાળે છે.
૦ શુભ ભાવોથી પુણ્ય બંધાય, પણ ગુણ સંપાદન કરવું હોય, આત્મશુદ્ધિ કરવી હોય, મોક્ષ જોઈતો હોય તો શુદ્ધભાવ જોઈએ; ભક્તિથી જ આ શક્ય બને.
બીજા જીવોની રક્ષા પણ સ્વભાવપ્રાણ ટકાવવા માટે જ છે. ભાવહિંસક આપણે પોતે જ બનીએ છીએ, જયારે વિભાવદશામાં જઈએ.
જ પરહિંસાથી આપણા ભાવપ્રાણ હણાય છે, માટે જ દોષ લાગે છે. પરહિંસાથી મરનારના તો દ્રવ્યપ્રાણ જ જાય, પણ આપણા ભાવપ્રાણ જાય છે.
પોતાના ગુણોનો નાશ કરવો તે સ્વ-ભાવહિંસા છે. આત્મગુણોને હણતો ભાવહિંસક કહેવાય.
૫૪
*
*
*
*
*
*
*
*
*
*
* *
* કહે