________________
/ કલાપૂર્ણાસ્તુ મંગલમ્ // તૃતીય આવૃત્તિ સગboo
આ વર્ષે (વિ.સં. ૨૦૫૮) ભુજ ચાતુર્માસાર્થે આવી રહ્યા હતા ત્યારે રસ્તામાં કચ્છ-વાગડના લગભગ દરેક ગામોમાં (સાંતલપુર, આડીસર, ફતેગઢ, ભીમાસર, પલાંસવા, ગાગોદર, લાકડિયા, વાંકી વગેરે) સ્વ. પૂજ્યશ્રીના સંયમ-જીવનની અનુમોદનાર્થે મહોત્સવ થયેલા..
મહોત્સવોની આ શ્રેણિમાં અમે ગાગોદર આવ્યા ત્યારે કહે કલાપૂર્ણસૂરિ-૧ અંગે વાત નીકળતાં ત્યાંના શ્રાવક દલીચંદભાઈએ કહ્યું : અત્યારે દુર્લભ બની ગયેલું આ પુસ્તક પુનઃ પ્રકાશિત ન થઈ શકે ? એનો પ્રારંભ ગાગોદરથી જ કરીએ.
ગાગોદર સાથે પહેલેથી જ અમારો નાતો જોડાયેલો છે. અમારું પ્રથમ સ્વતંત્ર ચાતુર્માસ (સં. ૨૦૪૨) ગાગોદરમાં થયું. જ્ઞાનસાર પર સમશ્લોકી પદ્યાનુવાદની રચના પણ ત્યારે જ થઈ. અત્યારે સર્વત્ર પ્રસિદ્ધ શ્લોક (માતં પા-નીતારા, मंगलं कनको गुरुः । मंगलं सूरि-देवेन्द्रः, कलापूर्णोस्तु HTનમ્ II)ની રચના પણ ગયા વર્ષે ગાગોદરમાં આવ્યા ત્યારે સામૈયા દરમ્યાન થઈ હતી. પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં બનેલો આ છેલ્લો શ્લોક ગાગોદરમાં રચાઈને ત્યાં પ્રવચનમાં પહેલીવાર બોલાયો હતો. : ગાગોદરના સંઘે કહે કલાપૂર્ણસૂરિ-૧ની ત્રીજી આવૃત્તિ પ્રગટ કરવા માટે પહેલ કરી. પછી તો બીજા પણ ગામોમાંથી સહયોગ મળ્યો ને એ રીતે આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે.
પૂજ્યશ્રીની વિદ્યમાનતામાં પણ કહે કલાપૂર્ણસૂરિ પુસ્તકના ચારેય ભાગો આરાધક જિજ્ઞાસુઓમાં ખૂબ જ પ્રિય બન્યા હતા ને લોકોએ સિદ્ધયોગીના આ વચનોને આગમતુલ્ય માન્યા હતા. તો પછી ગેરહાજરીમાં તો આ ગુરુવાણીના પવિત્ર ગ્રન્થો બહુમૂલ્ય બની જ જાય, એમાં નવાઈ શી છે ?
- આ પુસ્તકો નવા ધાર્મિકને એકવાર વાંચવાથી કદાચ ન પણ સમજાય, પરંતુ જો તે બહુમાનપૂર્વક ફરી-ફરી આ ગ્રંથો