________________
७४
આઝાદી પહેલાં અને પછી
મ્યુનિસિપાલિટીની શાળાઓ તથા અન્ય શાળાઓ બંધ રહી હતી. સરકારની ધમકી સામે તેઓ ડગ્યા ન હતા. ૪૦૦ ઉપરાંત શિક્ષકોને છૂટા કરાયા હતા, ૨૩ માધ્યમિક શાળા બંધ રહી હતી અને એના ૧૪,૦૦૦ વિદ્યાથી શાળામાં ગયા ન હતા. ૧,૧૦૦ માધ્યમિક શિક્ષકોને છૂટા કરવા નેટિસ અપાઈ હતી, એમ છતાં આઠ માસ શાળાઓ બંધ રહી હતી.
લડતના સમાચાર “ઈક્લિાબ” “રાજદ્રોહ કેગ્રેસ પત્રિકા” “આઝાદ હિંદ ‘તણખા” “વિદ્યાથી પત્રિકા” વગેરે દ્વારા મળતા હતા. આ માટે જુદાં જુદાં સ્થળોએથી પત્રિકાઓનું પ્રકાશન થતું હતું. ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પણ ખાસ પત્રિકા બહાર પડતી હતી,
અમદાવાદ શહેરને જુદા જુદા વિભાગમાં વહેંચી લડતનું સંચાલન શહેરસૂબા ડૉ. જયંતીભાઈ ઠાકર કરતા હતા. વર્ડ પિળ અને શેરીને નાયકે નીમ્યા હતા. પત્રિકા લખવાનું કામ ઉત્સવભાઈ પરીખ, ઉમાશંકર જોશી વગેરે કરતા હતા. પત્રિકા વહેંચવાનું કામ વેશપલટ કરી શાકવાળા દૂધવાળા વગેરે બનીને કરતા હતા. આ સંગઠન અદૂભુત હતું.
ભૂગર્ભમાં રહીને લડતમાં ભાગ લેનારાઓ માટે યુવેરા’ તરીકે રૂ. ૨૧,૦૦૦ એકઠા કરાયા હતા. ગાંધીજીએ ૧૦-૨-૧૯૪૩ ના રોજ ૨૧ દિવસના ઉપવાસ કર્યા ત્યારે અમદાવાદની મિલએ બે દિવસ કામ બંધ રાખ્યું હતું. ઉપવાસને બીજે દિવસે શહેરમાં સંપૂર્ણ હડતાલ પડી હતી. ગાંધીજીના દીર્ધાયુષ માટે પ્રાર્થનાસભાઓ જાઈ હતી. ગુપ્ત કાર્ય કરે વડોદરા તથા અન્ય દેશી રાજ્યમાં આશ્રય લઈને કામ કરતા હતા.
વાનરસેના પોલીસ તથા પોલીસ ચેકીઓ વગેરે ઉપર પથ્થરમારો કરતી હતી. અમદાવાદના વીજળીઘરને બોમ્બથી ઉડાવી દેવાને પ્રયત્ન થયો હતો. ૧૯૪૨ ના ઍક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન પથ્થરમારાના સૌથી વધારે બનાવ બન્યા હતા. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ અને સુધરાઈની શાળાઓને આગ લગાડવાના ૫૮ બનાવ બન્યા હતા. મિલેમાં પણ આગ ચંપાઈ હતી. પિળોમાં ઘૂસી લાઠીમાર કરનાર પોલીસ ઉપર તેજાબ નાખવાના ૨૬ બનાવ બન્યા હતા, તેથી ત્રીસેક પિલીસે અને અધિકારીઓ દાઝળ્યા હતા. ૨૧૦ સ્થળોએ તાર-ટપાલનાં દોરડાં પાયાં હતાં. માદલપુર અને કેચરબના સરકારી ચોરા ઉપર હુમલે કરી સરકારી ભરણાની રકમ લૂંટવામાં આવી હતી. વાહનવ્યવહારમાં અડચણ ઊભી કરવા રસ્તે ખાદી ખાડા કરાતા હતા. ૧૫૦ જેટલા યુવકે લેહીથી સહી કરી ખપ્રવૃત્તિમાં જોડાયા હતા. કે. જી. પ્રભુ, નંદલાલ જોશી, હરિભાઈ ડાયર, નારાયણભાઈ પટેલ