________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩૨-૪૭)
૭૫ વગેરે મોખરે હતા. માદલપુર પાસેનું રેલવેનું નાળું તોડવા પ્રયાસ થયે હતે. બૉમ્બ ફૂટવાના, મળી આવવાના કે ફેક્વાના કુલ ૬૬ બનાવ બેંધાયા હતા. આ પ્રવૃત્તિમાં સંડોવાયેલાઓ પૈકી નંદલાલ જોશી તથા નરહરિ રાવળ મરણ પામ્યા હતા. વીજળીઘરમાં ને એનાં સબ-સ્ટેશનમાં બોમ્બ મૂક્યા હતા, તેથી શહેરમાં અંધારપટ છવાયો હતો. કલેલ-ઈસંડ વચ્ચે અને નડિયાદ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયા હતા. અમદાવાદમાંથી ૧,૦૫૭ માણસની ધરપકડ થઈ હતી. ૩૯૭ ને હિંદ સંરક્ષણ ધારા નીચે અટકાયતમાં રાખ્યા હતા. ૪૩૦ ને સજા કરાઈ હતી અને રૂ. ૧૮,૦૦૦ જેટલે દંડ કરાયું હતું. લાઠીમાર ઉપરાંત પકડાયેલાઓને ટાંકણી ભેંકવાના, બરફની પાટ ઉપર સુવડાવવાના ને હાડકાં ઉપર માર મારવાના બનાવ બન્યા હતા.
અમદાવાદમાંથી પ્રગટ થતા હરિજનબંધુ, ગુજરાત સમાચાર, પ્રભાત, નવસૌરાષ્ટ્ર, યુદ્ધ વગેરેને લડતના સમાચાર છાપવા મનાઈ કરી હતી નવજીવન પ્રેસ તથા અન્ય પ્રેસે ઉપર દરોડા પડાયા હતા અને જતી કરાઈ હતી. લડતમાં ભાગ લેનારને છ માસથી પાંચ વરસ સુધીની કેદ થઈ હતી. આ લડતમાંથી મુસ્લિમ લીગ તથા સામ્યવાદીઓ અલગ રહ્યા હતા. પરોક્ષ રીતે મિલમાલિકા તથા કેટલાક શ્રીમંતોએ આ લડતને મદદ કરી હતી. કોંગ્રેસીઓ સમાજવાદીઓ તથા વ્યાયામશાળાના કાર્યકરેએ લડતમાં સારો રસ લીધો હતે. અમદાવાદ ઉપરાંત નડિયાદ ડાકોર ચકલાસી ભાદરણ અને કરમસદમાં સરકારે ગોળીબાર કર્યો હતે. ભરૂચમાં એક હથિયારધારી ટુકડી પોલીસ સ્ટેશન ઉપર હુમલે કરી હથિયાર ઉપાડી ગઈ હતી. એમણે વાગરા તાલુકામાં પોલીસમથક ઉપર હુમલે કર્યો હતે. પંચમહાલ જિલ્લાની એક ઑફિસ બાળી મૂકી હતી. કાલેલ તાલુકામાં ભાંગફોડ થઈ હતી. સુરત જિલ્લામાં કરાડી-મટવાડના તથા અન્ય જવાનોએ ભાંગફોડ કરી હતી. મકનજી સોલા અને ઠાકોરભાઈ દેસાઈ એના આગેવાને હતા. ભરૂચમાં છોટુભાઈ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ, મેઘજી બચન, લલ્લુભાઈ વગેરેએ સરકારને રંજાડવાની પ્રવૃત્તિ કરી હતી. ગુણવંતરાય પુરોહિત, જશુ મહેતા વગેરેએ ઘોઘા ઉમરાળા વરતેજ અને ધોળા નજીક તાર કાપવાની અને પિસ્ટ લૂંટવાની પ્રવૃત્તિ કરી હતી. લીલાપુર અને લખતર વચ્ચે બે વખત પિસ્ટલવાન એમણે લૂટ્યાં હતાં. વડોદરાના કેટલાક વિદ્યાર્થીઓ પત્રિકાઓ વહેંચવા ખેડા જિલ્લાનાં ગામોમાં ફરતા હતા તેમને અડાસ સ્ટેશન પાસે આંતરીને પોલીસોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ વિદ્યાથી શહીદ થયા હતા. ઘાયલ થયેલાને પાણી પીવા માટે લોકોને પોલીસોએ જવા દીધા ન હતા. અમદાવાદમાં ઉમાભાઈ કડિયા શહીદ થયા હતા. આ લડત દરમ્યાન કસ્તુરબા તથા મહાદેવ દેસાઈ જેલવાસ દરમ્યાન મૃત્યુ પામ્યાં હતાં.