________________
આઝાદી પહેલાં અને પછી
કરાઈ. ગાંધીજીએ વાઈસયને પત્ર લખે, રૂબરૂ પણ મળ્યા અને એમને કોંગ્રેસના નિર્ધારની જાણ કરી. ૧૨ મી ઓકટોબરની કારોબારી સમિતિની બેઠકમાં ગાંધીજીએ
વ્યક્તિગત સવિનય ભંગની યોજના સમજાવી. ગાંધીજીએ નિયમિત કાંતણ અને રચનાત્મક કામમાં શ્રદ્ધા ધરાવનારને જ લાયક ગણી સત્યાગ્રહ માટે પસંદ કરવા પ્રાંતિક સમિતિને જણાવ્યું. જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખી આ અંગે જાણ કરવાની આવશ્યક્તા પણ એમણે સ્પષ્ટ કરી. વ્યક્તિગત સત્યાગ્રહમાં વિનોબા અને જવાહરલાલ પછી સરદારને વારે આવ્યા. પત્ર લખી મૅજિસ્ટ્રેટને જાણ કર્યા બાદ એમની ૧૭-૧૧-૪૭ ના રોજ ધરપકડ થઈ હતી. ૧૯૪૦ દરમ્યાન મોરારજી દેસાઈ રાવજીભાઈ પટેલ, લક્ષ્મીદાસ શ્રીકાંત, દાદાસાહેબ માવળંકર, લલુભાઈ હરિભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, શિવાભાઈ આશાભાઈ, શિવાભાઈ હ. પટેલ અને એમનાં પત્ની, ગુલામરસૂલ કુરેશી વગેરેએ વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ૧૯૪૧ દરમ્યાન મનુભાઈ કે. પટેલ, વામનરાવ મુકાદમ, માણેકલાલ , ગાંધી, માણેકલાલ મ. ગાંધી, રમણલાલ મશરૂવાળા, રામપ્રસાદ કેન્સેક્ટર, લક્ષ્મીદાસ આશર, દરબાર ગોપાલદાસ, બળવંતરાય મહેતા, પ્રમોદાબહેન ગોસળિયા, પ્રભાવતી અંબાલાલ, પન્નાલાલ ઝવેરી, નાનીબહેન ઝવેરી, નીરુ દેસાઈ, અસગરઅલી ગાંધી, ઈશ્વરલાલ છોટાલાલ દેસાઈ, કમળાશંકર પંડ્યા, ચિમનભાઈ દાદુભાઈ દેસાઈ, કાંતિલાલ શિયા. સૂર્યકાંતા રુદ્રપ્રસાદ વગેરેએ ભાગ લીધે હતે. સત્યાગ્રહીઓ જેલમાં કાંતવા ઉપરાંત પુસ્તકોનું અને વર્તમાનપત્રોનું વાચન, ટેનિસ કે શતરંજ કે પાના રમવામાં અને નેધ વગેરે લખવામાં એમને સમય ગાળતા હતા. ૧૯૪૧ના એપ્રિલ માસમાં અમદાવાદમાં કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું, કેમી રમખાણ દરમ્યાન સરકારી અધિકારીઓનું એકતરફી મુસ્લિમેની તરફેણ કરતું વલણ કેમવાદને ઉત્તેજન આપનાર હતું. કોમી રમખાણ અને ક્રિસ મિશનની વાટાઘાટો દરમ્યાન પણ આંદોલન ચાલુ હતું, પણ થોડા વખત બંધ રહ્યા બાદ ૫–૧–૧૯૪૧ થી એ ફરી ચાલુ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી ૨૦,૦૦૦ જેટલા સત્યાગ્રહીઓએ જેલવાસ સ્વીકાર્યો હતે.૧૪ ૧૯૪ર ની પૂર્વસંધ્યાએ
૧૯૪૧ની વસંત ઋતુમાં જર્મનીએ રશિયા ઉપર ચડાઈ કરી હતી. આ કારણે સામ્યવાદીઓ બ્રિટન-તરફી બની ગયા હતા અને આ યુદ્ધને તેઓ લયુદ્ધ તરીકે ખપાવતા હતા. આ કારણે તેઓ લેકેની સહાનુભૂતિ ગુમાવી બેઠા હતા અને જુવાને તથા વિદ્યાથીઓ ઉપરની એમની પકડ ગુમાવી હતી. રાતે પલ હાર્બર ઉપર હુમલે કરી, સમગ્ર અગ્નિ એશિયાના દેશે હડપ કરી