________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩૨-૪૭)
લીધા વિના ભારત સરકારે પણ જમની સામે યુદ્ધ જાહેર કર્યું. આ પગલું પણ વિશ્વાસભંગ સમાન હતું. વાઈસરોયે યુદ્ધમાં કેંગ્રેસને સહકાર આપવા જણાવ્યું ત્યારે એણે સરકારને લેકશાસન સામ્રાજ્યવાદ અને ભારતના ભાવિ અંગે નવી વ્યવસ્થાની ચેખવટ કરવા જણાવ્યું. આને જવાબ હિંદી વજીરે વાળ્યો કે “બ્રિટન જીવનમરણના સંગ્રામમાં રોકાયેલું છે ત્યારે કેંગ્રેસે બ્રિટિશ ઇરાદાઓની સ્પષ્ટ જાહેરાત માગવી એ કવખતનું છે. પિતાની માગણીઓ માટે એમણે આ ખોટો વખત પસંદ કર્યો છે.” ત્યારબાદ વાઈસરોયે એક જાહેરનામું બહાર પાડ્યું કે જે કોંગ્રેસને કે કોઈ પણ દેશપ્રેમીને સંતોષ આપી શકે એમ ન હતું. પરિણામે કોંગ્રેસ કારોબારીએ ૩૦-૧૦-૩૮ સુધીમાં કોંગ્રેસી પ્રધાનમંડળને રાજીનામું આપવા જણાવ્યું, આથી નવેમ્બર, ૧૯૩૯ દરમ્યાન મુંબઈના પ્રધાનમંડળે રાજીનામું આપ્યું.૧૩
સવા બે વરસના ટૂંકા ગાળામાં મુંબઈ સરકારે કામદારો કિસાને અને મધ્યમ તથા પછાત વર્ગના ઉત્કર્ષ માટે અનેક પગલાં લીધાં હતાં અને મુસ્લિમ લીગ વગેરેને વિરોધ છતાં કુશળતાથી રાજ્યવહીવટનું સંચાલન કર્યું હતું. લડતના માર્ગ : વ્યક્તિગત સત્યાગ્રહ
કોંગ્રેસ પક્ષને બ્રિટિશ સરકારની મુશ્કેલીને લાભ લેવાનું પસંદ ન હતું, પણ સાથે સાથે સરકારનાં જડ વલણ અને જોહુકમીને તાબે થવાનું પણ એને યોગ્ય જણાતું ન હતું, આથી જવાહરલાલ લોકશાહીના સંરક્ષણ માટે બ્રિટનને મદદ કરવાના મતના હતા તે પણ બ્રિટિશ શાહીવાદી નીતિથી કંટાળી ગયા હતા. સુભાષ તે લડી લેવાના મતના પહેલેથી હતા અને તેથી એ વેશપલટો કરી નજરકેદમાંથી છટકી અફઘાનિસ્તાન થઈ ને જમની પહોંચી ગયા અને ત્યાંથી જાપાન ગયા ને આઝાદ હિંદ ફેજ એકત્ર કરી કોંગ્રેસના રામગઢ અધિવેશને એક વાત સ્પષ્ટ કરી હતી કે જુવાને વાટાઘાટોથી કટાળીને, આવેલી તક વધાવી લઈને અંગ્રેજ સત્તા સામે જલદ લડત આપવા તૈયાર હતા. સર્વપક્ષીય સરકાર રચી સ્વતંત્રતા બક્ષવાની કોંગ્રેસની માગણી નકારાઈ વાઈસરોયે એની જાહેરાતમાં સ્પષ્ટતા કરી હતી કે હાલની કાઉન્સિલને વધુ વિસ્તારીને વધુ વ્યક્તિઓને લેવા સિવાય એ વધુ છૂટછાટ આપી શકે એમ નથી. ૧૮ મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ મળેલી કોંગ્રેસ કારોબારીએ કોંગ્રેસ સમિતિઓને પિતાની પ્રવૃત્તિ પૂરજોશથી ચલાવવા ને રચનાત્મક કાર્યક્રમ વગેરે હાથ ધરવા જણાવ્યું હતું. ૧૬ મી સપ્ટેમ્બરના રોજ મળેલી મહાસમિતિની બેઠકમાં તાત્કાલિક અને સ્વતંત્રતા મળ્યા બાદ અનુસરવાની નીતિ જાહેર કરાઈ અને ગાંધીજીને સવિનય ભંગની લડતમાં દરવણી આપવા વિનંતિ