________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩ર-૪૭)
૬૫.
“સંદેશ” દૈનિકના કામદારોના પગારવધારાને પ્રશ્ન હડતાલ બાદ અંશતઃ ઉકેલા હતા. કામદારોએ ગિરફતારી અને જેલ પણ આ અંગે વહેરી હતી. ત્યાર બાદ સમાધાન થતાં કેટલીક માગણીઓ મંજૂર રહી હતી. અમદાવાદના મિલકામદારોને પ્રશ્ન ચકડોળે ચડ્યો હતો. હરસિદ્ધભાઈ દિવેટિયાના પ્રમુખપણું નીચે આ માટે પંચની રચના થઈ હતી.
૧૯૩૮ માં કામદાર યુનિયન તરફથી મિલ-ઉદ્યોગની પરિસ્થિતિ, કામદારોની હાલત, એમના ઉપર કામનો બોજો, અપૂરતું વેતન વગેરે અંગે આવેદન તૌયાર કરાયું હતું અને પગારવધારાની માગણી મુકાઈ હતી. મિલમાલિકેએ મંદી, અમદાવાદ અને મુંબઈની મિલે વચ્ચેની હરીફાઈ, ઘસાયેલી મશિનરી વગેરે બાબત રજૂ કરી કામબજ વધારવા જણાવ્યું હતું. આ ઉપરાંત એમણે પગારમાં ૨૫ ટકા કાપ મૂક્યો હતો, એના વિરોધમાં મજૂરે લાલવાવટા મિલ કામદાર યુનિયનની આગેવાની નીચે હડતાલ ઉપર ઊતર્યા હતા. ૨૧ દિવસ ચાલેલી આ હડતાલનું નંદજીની દરમ્યાનગીરી પછી સમાધાન થયું હતું. પણ-ઓગણીસ ટકા પગારકાપ ઓછો થયો હતે. કામદારોમાં મજૂર મહાજનની લાગવગ અને પ્રતિષ્ઠા સારા પ્રમાણમાં હોવા છતાં અમદાવાદ અને વડોદરાના મિલમજૂરોમાં સામ્યવાદી અસર વધતી જતી હતી. સરકારે ઔદ્યોગિક ધારો ઘડી કામદારોને રાહત આપી હતા.
કિસાને અને કામદારે ઉપરાંત દેશી રાજ્યની પ્રજામાં સારી જાગૃતિ આવી હતી. રાજકોટ લીંબડી ભાવનગર પાલીતાણા ઈડર માણસા લુણાવાડા વગેરે રાજ્યમાં પ્રજામંડળ સક્રિય બન્યાં હતાં. પરિણામે કોંગ્રેસે દેશી રાજ્યના પ્રશ્નોમાં માથું ન મારવાની અને તટસ્થ રહેવાની નીતિને ત્યાગી હતી ને એ તેઓને મદદરૂપ થઈ હતી. હરિપુરા કોંગ્રેસમાં આ અંગે ઠરાવ થયા હતા. રાજકોટમાં ઢેબરભાઈ તથા વજુભાઈ શુકલ વગેરેની આગેવાની નીચે સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજાએ રાજકોટના ઠાકર તથા દીવાન વીરાવાળાની આપખુદી અને ઉડાઉગીરી સામે સત્યાગ્રહ કર્યો હતું. ગાંધીજી તથા સરદારની દરમ્યાનગીરીથી જવાબદાર તંત્ર આપવા રાજ્ય સહમત થયું હતું, પણ લઘુમતીઓ ગરાસદારે ભાયાત હરિજન વગેરેના હિતના બહાના નીચે વીરાવાળાની કુટિલ નીતિને કારણે સમાધાન પડી ભાંગ્યું હતું અને ગાંધીજીના હાથ હેઠા પડ્યા હતા. લીંબડીનાં પ્રજાજને હિજરત કરીને તથા લીંબડીના રૂ ને બહિષ્કાર પકારીને રાજ્યની સાન ઠેકાણે લાવ્યા હતા. માણસા રાજ્ય મહેસૂલ ઘટાડીને સમાધાન સ્વીકાર્યું હતું. ભાવનગર તથા પાલીતાણું રા સુધારા દાખલ કરવા તત્પરતા દાખવી હતી, પણ રાજકોટમાં લડત નિષ્ફળ