________________
આઝાદી પહેલાં અને પછી
પદ્મહણને મહેાર મારી. ૧૭–૭–૧૯૩૭ ના રાજ ખી. જી. ખેરના નેતૃત્વ નીચે નવું પ્રધાનમંડળ રચાયું, ગુજરાતમાંથી કનૈયાલાલ મુનશી ગૃહ-પ્રધાન, મેારારજી દેસાઈ મહેસૂલ–પ્રધાન, ગુલઝારીલાલ નંદા મજૂર પ્રધાન અને સંસદીય સચિવ અને નિકરરાવ દેસાઈ કેળવણી–પ્રધાન થયા.૧૦
કોંગ્રેસ પ્રધાનમંડળનું કા
૬૪
કોંગ્રેસ પ્રધાનમંડળની રચના બાદ કેટલીક છૂટછાટા વધી હતી. મેરઠ કાવતરા કેસના સામ્યવાદી નેતાએ! સા પૂરી કર્યા પહેલાં છૂટયા. વી. ડી સાવરકરને આંદામાનમાંથી છુટકારો થયા હતા અને એ મુંબઈ આવ્યા. સામ્યવાદી પક્ષ ગેરકાયદેસર હતા, છતાં લગભગ ખુલ્લી રીતે કામ કરવા શક્તિમાન થયા હતા. એએએ મુંબઈમાંથી નેશનલ ફ્રન્ટ' નામનુ અઠવાડિક શરૂ કર્યું... હતું. ગુજરાતમાં દિનકર મહેતા સામ્યવાદી પક્ષના મંત્રી હતા. એએ સમાજવાદીએ સાથે કામ કરતા હતા, પણ ધીમે ધીમે અંતર વધતું જતું હતુ. સમાજવાદી પક્ષે અશક મહેત!ના તંત્રીપણા નીચે ‘કૅૉંગ્રેસ સેાશિયાલિસ્ટ' અઠવાડિક એમના મુખપત્ર તરીકે શરૂ કર્યું હતું. અમદાવાદમાં ‘કામદાર' અને કિસાન' નામનાં અઠવાડિક મગનભાઈ પટેલ અને ચંદ્રભાઈ ભટ્ટના તંત્રીપણા નીચે શરૂ કરાયાં હતાં. ‘નવી દુનિયા ગ્રંથમાળા' દ્વારા નિયમિત પુસ્તક બહાર પડતાં હતાં. કામદારો અને કિસાનાની પ્રવૃત્તિને વેગ મળ્યા હતા. ઇંદુલાલ યાજ્ઞિક અને એના સહ-કાર્ય કરા કમળાશંકર પંડયા, રમણલાલ શેઠ, ડી. જી. પાગાંરકર, ડૈા. સુમ'ત મહેતા વગેરેએ ખેડા પૉંચમહાલ અને અમદાવાદ જિલ્લાઓમાં અને રાધનપુર પાલનપુર માણસા ઈડર અરાલ સચીન વિઠ્ઠલગઢ વડાદરા વગેરે દેશી રાજ્યામાં કિસાનપ્રવૃત્તિ શરૂ કરી હતી. ખેડૂતા તાલુકદારા ઇનામદારા અને જાગીરદારા સરકારના ભારે કરવેરાના અને મહેસૂલના ખેાજા નીચે તેમ શાહુકારાના દેવા નીચે કચડાઈ ગયા હતા. માતર મીરાખેડી વ્યારા લીંબડી વગેરે સ્થળાએ કિસાન-પરિષદે ભરીને એમણે જમીનદારો વિરુદ્ધ ખેતમજૂરા ગણાતિયા વગેરેને રક્ષણ આપવા અવાજ ઉઠાવ્યા હતા. હાળીપ્રથા સામે જુગતરામ દવે, ડ. સુમંત મહેતા અને નરહરિ પરીખે બૌદ્ધિક અને વાસ્તવિક નેતૃત્વ પૂરું પાડયું હતું. દેશી રાજ્યામાં ચાલતી વેઠપ્રથા સામે પણ એએએ એમને અવાજ સત્તાવાળાઓ સમક્ષ રજૂ કર્યા હતા. કિસાનપ્રવૃત્તિ હક અને માનવ-ન્યાયની ચળવળરૂપે શરૂ થયેલી, પણ ધીમે ધીમે એનું નેતૃત્વ સમાજવાદી અને સામ્યવાદી કાર્યકરાના હાથમાં સરકી ગયું હતું. ગણાતધારા અને ઋણરાહતધારા પસાર કરી કૅૉંગ્રેસ પ્રધાનમડળે કિસાનાને રાહત આપી હતી.