________________
૩ર
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજીએ પાછી ખેંચેલી અસહકારની લડત વગેરે બનાવોમાં લેકજાગૃતિનાં દર્શન થાય છે.
બોરસદ સત્યાગ્રહ ૩૮ દિવસ(તા. ૨-૧૨-૧૮૨૩ થી તા. ૮-૧-૧૯૨૪)ના ટૂંકા ગાળામાં સરદાર વલ્લભભાઈના સીધા માર્ગદર્શન હેઠળ થયે હતે. ખેડા જિલ્લામાં બહારવટિયાઓને ખૂબ ત્રાસ હતો. સરકાર એ ત્રાસ નાબૂદ કરી શકી નહિ. પ્રજા જ બહારવટિયાઓને મદદ આપે છે અને તેથી ત્રાસ દૂર થતું નથી. એવું ઠરાવી, બહારવટિયાઓને જેર કરવા ખાસ પોલીસની ટુકડી રાખવામાં આવી અને એને ખર્ચ બોરસદ તાલુકાની પ્રજા પાસેથી મેળવવા રૂ. ૨,૪૦,૦૭૪ ને વેરો નાખવા ઠરાવ્યું (તા. ૨૫-૯-૧૯૨૩). પુખ્ત વયનાં દરેક સ્ત્રી-પુરુષ પાસેથી માથાદીઠ રૂ. ૨-૭–૦ ને વેરો લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, લેકેએ આ દંડરૂપી વેરાને હૈડિયા વેરાનું નામ આપ્યું.
ગુજરાત કોંગ્રેસે આ અંગેની તપાસ કરવા મેહનલાલ પંડયા અને રવિશંકર મહારાજને મોકલ્યાં. તપાસ બાદ બોરસદની બેઠકમાં આ દંડ ન ભરવા માટે સલાહ આપતે ઠરાવ કરવામાં આવ્યો.પર લેકેને સમજાવવા તાલુકાનાં એકસા. ચાર ગામડાંઓમાં સત્યાગ્રહીઓના થાણાં નાખવામાં આવ્યાં. સરદાર પટેલ, દરબાર ગોપાળદાસ, અબાસ સાહેબ વગેરે નેતાઓ પ્રવાસ કરી લેકેને અડગ રહેવા સમજાવવા લાગ્યા. સરકારે દંડની રકમ વસૂલ કરવા બહારવટિયાઓને પકડવા માટે રાખેલી ખાસ પિલીસને ઉપયોગ કરવા માંડ્યો. વસૂલાતી અમલદારોને વીલે મેઢે પાછા ફરવું પડે એ માટે લેકએ દિવસે ઘરને તાળાં મારવાની અને રાત્રે બજાર ખુલ્લાં રાખી દિવસે બંધ રાખવાની પદ્ધતિ અપનાવી. આવી પરિસ્થિતિમાં સરકાર અઢી લાખમાંથી માત્ર નવસે રૂપિયા વસૂલ કરી શકી !
આમ આ આદેલન દરમ્યાન સંપૂર્ણ અહિંસા જળવાઈ હતી, એટલું જ નહિ, પણ એ સમયમાં બહારવટિયાઓના ત્રાસને કઈ પ્રસંગ બન્યો ન હતા. ગુજરાતનાં અખબારોએ આ સત્યાગ્રહના સમાચારોને સારા પ્રમાણમાં છાપીને પ્રચાર કર્યો હતો. તાલુકાના બારૈયા અને પાટણવાડિયા લેકોએ પણ પૂર્ણ શાંતિ જાળવી હતી. આ લડતમાં જ્ઞાતિસંસ્થાના સંગઠનને ઉપયોગ થયો હતો. આ સમયે ગાંધીજી જેલમાં હેવાથી લડતનું સંચાલન સરદાર વલ્લભભાઈએ કર્યું હતું.
છેવટે મુંબઈના ગવર્નરે તાલુકાની સ્થિતિની તપાસ કરાવતાં, પોલીસ ટુકડીને ખર્ચ પ્રજા પર ન રાખતાં પાછા ખેંચી લીધે અને વસૂલ થયેલ દંડ