________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
પણ લેકેની દઢતા જેમ વધતી ગઈ તેમ સરકારે ઉગ્ર પગલાં લેવા માંડ્યાં, જેમાં લેકનાં ઢોરઢાંખર વાસણ ઘરેણાં સામાન વગેરે જપ્ત કરીને લઈ જવાતાં. કેઈ ગામને આખે પાક પણ જપ્ત કરાત.૫૦ લેકે જુસ્સો મંદ પડવા લાગ્યો ત્યારે ગાંધીજીએ એમનામાં ઉત્સાહ જગાડવા અગ્ય રીતે જપ્ત થયેલા ખેતરને ડુંગળીને પાક ઉતારવાની મેહનલાલ પંડયાને સલાહ આપી. મેહનલાલે એના સાથીઓની મદદથી એ કામ કરતાં તેઓ ડુંગળી ચોર' તરીકે બિરુદ પામ્યા. એમને અને સાથીઓને થયેલી સજા અને જેલમાં ભોગવેલાં કષ્ટોથી લેકમાં નવું જોમ આવ્યું.
ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને ફરી એક વાર જણાવ્યું હતું કે જે નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તે સારી સ્થિતિવાળા ભરી દેશે, પણ સરકાર ગાંધીજીને યશ આપવા માગતી ન હતી. ખેડાની આ લડતને અંત અણધારી રીતે પણ વિચિત્ર આવ્યો! ગાંધીજી તા. ૩ જી જૂને ઉત્તરસંડા ગામે ગયા હતા. ત્યાંના મામલતદારે જણાવ્યું કે જો સારી સ્થિતિવાળા માણસો મહેસૂલ ભરી આપે તે ગરીબોનું મહેસૂલ મુલતવી રાખવામાં આવશે. ગાંધીજીએ લિખિત કબૂલાત માગતાં એ પ્રમાણે આપવામાં આવી, પણ મામલતદાર એના તાલુકા પૂરતી જ જવાબદારી લઈ શકે અને જિલ્લા માટે કલેકટર જ નિર્ણય લઈ શકે, એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. છેવટે કલેકટરે એ જ હુકમ આપ્યો તેથી ગાંધીજીએ પ્રતિજ્ઞામાં એ જ વસ્તુ હતી તેથી એ હુકમથી “સંતોષ માપ (જૂન ૧૯૧૮).
ખેડાની લડત પરિણામની દષ્ટિએ નહિ, પણ સિદ્ધાંતની દષ્ટિએ મહત્ત્વની બની રહી. એનાથી ગુજરાતના ખેડૂતવર્ગની જાગૃતિને અને એમની રાજકારણની કેળવણીને આરંભ થયો તેમજ ખેડૂતજીવનમાં શિક્ષિત વર્ગને અને સ્વયંસેવકનો ખરે પ્રવેશ આ લડતથી જ થયો. સરકાર તરફન હાઉ અને ભડક જે ખેડૂતને લાગતાં હતાં તે હવે જતાં રહ્યાં. બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩-૨૪)
ખેડાની લડત (૧૯૧૭–૧૮) અને બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩-૨૪) વચ્ચેના સમયમાં દેશમાં રોલેટ કાયદા વિરુદ્ધ થયેલ વિરોધ હડતાલે ઉપવાસ, સરકારે અન્ય સ્થળોએ અને અમૃતસરમાં આચરેલી ભારે દમનનીતિ, જલિયાંવાલા બાગહત્યાકાંડ, એની જગવ્યાપી અસર, અમદાવાદ-વિરમગામમાં થયેલાં હુલ્લડ, નડિયાદમાં રેલવેના પાટા ઉખેડવાના પ્રયાસ, ચૌરી ચોરાને બનેલ બનાવ અને