________________
૨૮
આઝાદી પહેલાં અને પછી
વીરમગામની લાઈનદારી (૧૯૧૨–૧૯)
ગાંધીજી ૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવ્યા ત્યાંથી ગાપાળકૃષ્ણ ગોખલેની સૂચનાથી તેઓ પૂણે ગયા. ત્યાંથી શાંતિનિકેતન જવાના હતા. ત્યાં જતાં અગાઉ તેઓ એમના વડીલ ભાઈની વિધવાને અને બીજા કુટુંબીજનને મળવા રાજકાટ અને પેારબંદર જવા રેલવે માર્ગે નીકળ્યા. માર્ગમાં વઢવાણુ સ્ટેશને પ્રજાસેવક તરીકે પડકાયેલા મેાતીલાલ દરજીએ ગાંધીજીને વીરમગામની લાઈનદારી (જકાત-તપાસણી) અને એને અંગે થતી લેાકેાની કનડગત અને વિટંબણાઓની વાત કરી. એ સાંભળી ‘જેલ જવાની તૈયારી છે ?' એમ પ્રશ્ન પૂછી કષ્ટ સહન કરવાની મેતીલાલ દરજીની તૈયારી માપી લીધી.૪૫ ગાંધીજી સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં વીરમગામની જકાત અંગે વેઠવી પડતી હાડમારીએની ફરિયાદો સાંભળી અને કંઈક કરવું એવા એમણે સંકલ્પ કર્યો. ગાધરામાં મળેલી ગુજરાત રાજકીય પરિષદ (૧૯૧૭)ના પ્રમુખ તરીકે ગાંધીજી ચૂંટાયા હતા તેની બેઠકમા વીરમગામની લાઈનદોરી નાબૂદ કરાવવા ઠરાવ કર્યા એ પછી ગાંધીજીએ મુંબઈ સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવ્યા. ત્યાંના સંબંધકર્તા સેક્રેટરીને અને લોર્ડ વિલિંગ્ઝનને પણ મળ્યા, છતાં સફળ પરિણામ ન આવતાં લન્ડનમાં વડી સરકાર સાથે બે વર્ષોંના પત્રવ્યવહાર બાદ જ્યારે વાઈસરોય લાડ ચેમ્સફર્ડને મળવાના પ્રસંગ આવ્યા ત્યારે ગાંધીજીએ આ પ્રશ્નની રૂબરૂ રજૂઆત કરી ચર્ચા કરી. ટૂંક સમયમાં જ વીરમગામ આગળનો જકાત રદ્દ થવાની જાહેરાત સરકારે કરી. ગાંધીજી આ પ્રશ્નમાં મક્કમ હતા તેથી એમણે “ આ જીતને સત્યાગ્રહના પાયારૂપ માની’’
*
જ્યારે ગાંધીજી ચંપારણની પ્રવ્રુત્તિઓમાં કાર્યરત હતા ત્યારે ખેડાથી મેાહનલાલ પંડયા અને શંકરલાલ પરીખે પત્રા લખીને ખેડા જિલ્લાના ખેતીપાક નિષ્ફળ ગયાની અને તેથી જમીનમેહલ-માફીની બાબત સમસ્યારૂપ બની હાવાથી લેાકેાને માદર્શન આપવાની માગણી કરી હતી. બીજી બાજુ અમદાવાદથી મજૂર બાળકા અને સ્ત્રીએની ઉન્નતિ માટે કાર્ય કરી રહેલાં અનસૂયાબહેને પત્ર લખી મજુરોના પગાર સંબધી દેારવણી આપવા અનુરોધ કર્યો હત!.
મિલમજૂર હડતાલ (૧૯૧૮)
મહાદેવભાઈ દેસાઈએ જેને ‘ધર્મયુદ્ધ'નુ' નામ આપ્યું હતું તે અમદાવાદના મિલ મજૂરો અને મિલમાલિકા વચ્ચે ગાંધીજીની રાહબરી હેઠળ ટૂંકી મહત્ત્વની લડાઈ' હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં હિંદને સામેલ કરવામાં આવ્યુ હતુ. તેથી