________________
૪૮૨
આઝાદી પહેલાં અને પછી
ભજવ્યા. સામયિકામાં સમાલેાચક સાહિત્ય કૌમુદી પ્રસ્થાન માનસી વગેરેએ સાહિત્યની અભિરુચિ વધારી. આ કાલખંડનાં અન્ય નવાં ગુજરાતી સામિયામાં નવચેતન ગુજરાત પુરાતત્ત્વ ગુણુસુંદરી કુમાર દક્ષિણામૂર્તિ પુસ્તકાલય ચરાતર શારદા ગુજરાત સ ંશાધન મંડળનું ત્રૈમાસિક, ફાર્બસ ગુજરાતી સભાનું ત્રૈમાસિક, સ્ત્રીજીવન ક્રેાડિયુ... વગેરે લેાકપ્રિય નીવડયાં. આ માસિકામાં પેાતાનાં સુરેખ ચિત્રા અને સધન લખાણાથી ‘કુમારે' અનેાખી ભાત પાડી. વૃત્તપત્રા તથા સામયિકાના વાચનની પ્રજાની અભિરુચિ કેળવાઈ.
૨. સ્વાતત્ર્ય પછીનું
૧૯૪૭ પછીના દસકામાં દેશના પત્રકારત્વ સમક્ષનું મુખ્ય ધ્યેય બદલાઈ ગયું હતું. કૅૉંગ્રેસ અને રાષ્ટ્રની સાથે પત્રકારત્વે સ્વાતંત્ર્યપ્રાપ્તિના ધ્યેય સાથે તાદાત્મ્ય સાધી ધ્યેયપૂર્તિમાં પેાતાનું બળ પૂર્યું. હતું. સ્વતંત્ર રાષ્ટ્રના નવઘડતર અને એના સામાજિક પુનરુત્થાનનું કામ રાજ્યકર્તા અને રાજકીય પક્ષાને પણુ કપરું અને ઓછુ આકર્ષીક લાગેલું ત્યારે પત્રકાર તા રામાન્ટિક દુનિયાના જીવ છે, એને એ કા તદ્દન નીરસ લાગે એમાં નવાઈ નથી.
આઝાદી સંગ્રામે જે નેતા અને તેનાં રાજકીય સ’ગઢનાને વીરનાયકની ભૂમિકાએ પહેાંચાડયાં હતાં તેમાંનાં કેટલાંકનુ માટીપગાપણું આઝાદી મળ્યા પછી પ્રગટ થતું ગયું. શ્રી રતન માર્શલ નોંધે છે તેમ ભ્રમણાના ભંગની અને નિર્ભ્રાન્તિની એ પ્રક્રિયા હતી, વત માનપત્રા માટે કેટલેક અંશે એ નવા પાઠ હતા. કેટલાંક ગુજરાતી અખબારાને એ પાઠ ખાસ્સા અનુકૂળ આવ્યા. સત્તાધારીએનાં કહેવાતાં કૌભાંડાની કથાએ પહેલાં તે લાંકાનુ ધ્યાન આકૃષ્ટ કર્યું, પરંતુ એની અતિરેકતાને કારણે એ પત્રની ગરિમા અને પ્રભાવ તૂટી ગયાં.’૧૫
ચેાથા-સ્વાતંત્ર્યાત્તર યુગમાં પ્રવેશ્યા પછી વૃત્તપત્રાનું રૂખ બદલાઈ ગયું. સમાજમાં સનસનાટી મચાવે તેવા સમાચારને ચાઠાથી શણગારવાના, આછા અગત્યના કે દમ વિનાના સમાચારને મેટાં મથાળાંથી ચમકાવવાના, ખૂન બળાત્કાર લૂંટ ચેરી મારામારી જેવી સમાજવઘાતક બાબતને પ્રાધાન્ય આપવાના, પ્રેમપ્રકરણથી પાનાં ભરવાના અને શકય હેાય ત્યાં એને સચિત્ર બનાવવાના પ્રવાહ સ્વાતંત્ર્યપૂના પ્રવાહથી જુદા પડે છે. અગાઉનાં વૃત્તપત્રાએ સ્વીકા રેલી મર્યાદારેખા ઓળંગીને વિકાસ સાધવા એણે મૂકેલી દાટના એ પુરાવારૂપ ગણાવી
શકાય.૧૬