SearchBrowseAboutContactDonate
Page Preview
Page 506
Loading...
Download File
Download File
Page Text
________________ પત્રકારત્વ ૪૮ સરકારના ધ્યાન ઉપર લાવવા થયેલ પ્રયત્ન ગુજરાતના પત્રકારત્વનું એક ઉજજવળ પૃષ્ઠ છે. આ એક અપવાદ બાદ કરતાં દેશી રાજ્યોના પ્રશ્નોની ચર્ચા ભાગ્યેજ થતી. ગાંધીજીના આગમન બાદ દેશી રાજ્યોના પ્રશ્નમાં ઊંડી નજર નાખવાની તેમજ નિર્ભયપણે એની ટીકા કે ચર્ચા કરવાની પ્રણાલી શરૂ થઈ. ૧૨ સમયના પરિવર્તન સાથે અને પ્રજાકીય જાગૃતિની સાથે અખબારોને અભિગમ બદલાતે ગયે. પત્રકારત્વક્ષેત્રે બદલાતા પ્રવાહનાં દર્શન એ પત્રોનાં બદલાતાં રૂપ અને અભિગમથી પ્રતીત થાય છે. ૧૯ર૦ થી ૧૯૪૭ સુધીને ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી ગાળે ગાંધીજી અને સરદાર પટેલની તેજસ્વી નેતાગીરી હેઠળના જાગ્રત અને સંગઠિત ગુજરાતમાં રાષ્ટ્રવાદની, અસહકારની જોખમ ખેડવાની અને બલિદાનની ભાવના પ્રસારવામાં વૃત્તપત્રાએ અગત્યને ભાગ ભજવ્યો. દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વગેરે ગુજરાતની લડત તેમજ ગુજરાત બહારની ચંપારણ્યની લડત, જલિયાંવાલાની કતલ, કાળા કાયદા (રોલેટ ઍકટ) સામે આંદોલન જેવા પ્રસંગે ગુજરાતી વૃત્તપત્રોએ જોખમ ખેડીને પણ રાષ્ટ્રિય જાગૃતિના એ સીમાસ્તંભને વધાવ્યા હતા.૧૩ બ્રિટિશ શાસનકાલના આ કાલખંડ દરમ્યાન સત્યાગ્રહની લડતના વિષમ સંયોગેમાં ગુજરાત સમાચાર' જેવાં કેટલાંક દેનિક પ્રજાપક્ષે વધુ નીડર નીતિ અપનાવતાં, તે બીજા કેટલાંક દૈનિક દૂધ અને દહીંમાં પગ રાખતાં. સાનુકૂળ સંગમાં “સંદેશે' પણ સારી કપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સાપ્તાહિકમાં “પ્રજાબંધુ સારી પ્રતિષ્ઠા પામ્યું હતું. ૧૯૩૪–૩૫ થી ગાંધી શૈલીવાળા વૃત્તપત્રની ધાટીઓમાંથી ગુજરાતી પત્રકારત્વ બહાર આવ્યું છે અને નૂતન પગથારે ઊભું છે. અગ્રલેખોની લખાવટ, સમાચારની રજૂઆત, મથાળાં, જાહેરખબર વગેરેની ગોઠવણીમાં ફેરફાર થયો છે. સાપ્તાહિકોએ વૃત્તવિવેચનપ્રણાલી બંધ કરી છે. ફોટોગ્રાફ, કાર્ટુન, વિશિષ્ટ કટારો વગેરેમાં સાંપ્રત પત્રકારત્વનું બદલાયેલું વહેણ જોઈ શકાય છે. ૪ દેશી રાજ્યની આપખુદી સામે તેઓની પ્રજાને લેકમત જાગ્રત કરવામાં મુંબઈથી અને સૌરાષ્ટ્રની અંદર આવેલા બ્રિટિશ શાસન નીચેનાં રાણપુર જેવાં સ્થળોએથી જન્મભૂમિ ‘વંદે માતરમ અને ફૂલછાબ' જેવાં વૃત્તપત્રોએ બુલંદ અવાજ ઉઠાવ્યો. એમાં શ્રી અમૃતલાલ શેઠ, શ્રી શામળદાસ ગાંધી અને શ્રી ઝવેરચંદ મેઘાણુ જેવા નીડર પત્રકારોએ દેશી રાજ્યના રાજકારણમાં સક્રિય ભાગ ૩૧
SR No.032612
Book TitleGujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
PublisherB J Adhyayan Sanshodhan Vidyabhavan
Publication Year1987
Total Pages626
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy