________________
૪૭૨
આઝાદી પહેલાં અને પછી
વગેરે માટે અને વઢવાણ પિત્તળની ગોળી ઘડા ગાગર બોઘરણું વગેરે માટે,
જ્યારે જામનગર તપેલાં લેટા વગેરે માટે પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રમાં કાઠી કેમમાં દીકરીને કરિયાવરને સામાન આપવા માટે પિત્તળના મેટા દાબડા કટોદાન ગળી અપાતાં. આવા દાબડા ઉપર ક્યારેક પૂતળીઓ અને કમળની ભાત કોતરવામાં આવતી.
પિત્તળમાંથી દેવદેવીઓની તેમજ જૈન તીર્થકરોની નાની મોટી મૂર્તિઓ પણ બનાવવામાં આવતી. ભાવનગર પાસેનું ઘોઘા ધાતુમૂર્તિ બનાવવાનું એક કેંદ્ર હતું?
આ ઉપરાંત પિત્તળની અને ઢાળાની આરતીઓ દીવીઓ રામ અને કૃષ્ણલીલાને રજૂ કરતા કાંસા-તાંબા-પિત્તળના કળશ, હીંચકાની સાંકળ, પાનપેટીઓ સુરાહી, પાણીના કુંજા વગેરે લેકકલાના અંશોને જાળવી રાખતા ધાતુકામના નમૂનાઓ છે. મિતીભરત-ગૂંથણ | ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં ભરતકામ સાથે મેતીભરત-ગૂંથણને પણ વિકાસ થયેલો જોવા મળે છે. જૂના કાઠિયાવાડના રાજકીય શાંતિ અને સ્થિરતાના દિવસોમાં સમુદ્રપારને વેપાર કરતા કચ્છી ભાટિયા અને સૌરાષ્ટ્રના વાણિયામાં મહાજન-મોતીભરત શરૂ થયું. કાઠી કેમમાં મોતીગૂંથણ પ્રવેશ્ય. કણબી આહીર જેવી ખેડૂત કેમોમાં પણ મોતીગૂંથણ શરૂ થયું.
સૌરાષ્ટ્રમાં મોતીભરતમાં મુખ્યત્વે કીડિયાં અને ક્યાંક ક્યાંક સાકરિયાં મોતીને વપરાશ દેખાય છે. વીસમી સદીના ચોથા દાયકાથી ઈટાલિયન મોતીનાં કદ ઘાટ રંગ અનિશ્ચિત તેમજ હલકાં થઈ જતાં વપરાશ ઘટી ગયે.
સૌરાષ્ટ્રમાં ત્રણ મોતીનું ભરતકામ વિશેષ પ્રસારમાં આવ્યું. ત્રણ મોતીના ભરતમાં કાઠી તથા મહાજનશૈલીનું ગૂંથણ છૂટું કરવામાં આવતું, જ્યારે કણબીભરત જાડા લાલ કપડા ઉપર મોતીભરત વખતે જ ટાંકા પાછળના કાપડ સાથે લેવાયેલ હોવાથી ઘણું જ ટકાઉ બનતું.
કાઠીના મોતીભરતમાં રૂપકામ અને ભૂમિતિના કણથી બનતી કેટલાક પ્રકારનાં ફલેની આકૃતિઓ તથા મહાભારતના પ્રસંગે ગણેશ સ્થાપન સૂરજ