________________
४७१
સ્થાપત્ય, શિ૯૫, હુન્નર કલાઓ અને લોકકલાઓ
કચ્છી ભરતમાં ઝીણાં વિવિધ આકૃતિના ગેળ ત્રિકોણ, ઘઉલા-આભલાં ભરી એ બનિયાર કસબને શોભતે બનાવે છે.૬૯
આમ લોકભારતમાં રંગ ભાત આકૃતિ અને ઉઠાવમાં પરંપરાગત લેકસંસ્કૃતિના અનેકવિધ અંશ સચવાયેલા જોવા મળે છે. ધાતુકામ
ગુજરાતમાં નાનાં મોટાં શહેર અને ગામડાંઓમાં તાંબા-પિત્તળનાં વાસણ સોના-ચાંદીના ઘરેણાં સૂડી ચપ્પાં અને હાથીદાંતની ચીજો બનાવાતી.
કચ્છ અને જામનગરમાં સૂડી ચાપાં છરી તેમ તલવારની મૂઠ વગેરેની બનાવટો પર કલાત્મક કોતરણ કરવામાં આવતી. એમાં ક્યારેક સ્ત્રી-પુરુષની આકૃતિઓ, પશુ પક્ષીના આકારની સૂડીઓ બનાવાય છે. ચપ્પાં છરીના મૂઠના આકારમાં ઘેડા સિંહ વાઘ વગેરેની આકૃતિઓ બનાવાતી. હથિયાર તરીકે વપરાતાં સાધનમાં પણ વિવિધ આકારો કરાતા.
| ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં સેના-ચાંદીના ઘરેણાં બનાવવાની કલા એની વિશિષ્ટ ભાત અને આકારોને લઈને જુદી પડે છે. કચ્છ-સૌરાષ્ટ્રના ગ્રામવિસ્તારની સ્ત્રીઓના અલંકારોમાં ઘણું વિવિધતા જોવા મળે છે. આ અલંકારોમાં મુખ્યતવે માથાના સેંથાની ડેડી, કાનમાં પહેરવાના ઠળિયા, પાંડી લવિંગિયા સાંપવું ટેટી અમેટા વેડલી વગેરે, નાકમાં પહેરવાની ચૂંક ન ચૂની વગેરે, ગળામાંની હાંસડી મોહનહાર બરઘલી વગેરે તથા હાથપગના વેઢલા ઇત્યાદિમાં વિવિધતા જોવા મળે છે.૭૦
ક૭– પોરબંદરની કારીગરીમાં રામન અને મુગલાઈ ડિઝાઈનની છાપ દેખાય છે. એના ઉપર કોતરકામ તથા એસિંગ અને મીનાકારી કરવામાં આવતી. આમાં મુખ્યત્વે ટ્રે ઐશટે પાનદાની પ્યાલા કુંકુમદાની ફલાવર ફોટો ફ્રેમ વગેરે બનાવાય છે.
ઘરેણાંઓમાં હીરા મેતી માણેક જેવી કિંમતી ચીજો પણ જડવામાં આવે છે.
તાંબા-પિત્તળની કલાત્મક બનાવટનું કામ કંસારા જ્ઞાતિના કારીગરે એમના ઘરઆંગણે જ કરતા. ગુજરાતમાં શિહારમાં નાત-જમણુના મોટા કદનાં વાસણ ઉપરાંત ધાર્મિક વિધિ માટે વપરાતાં પંચપાત્ર આચમની વગેરે બનતાં. ડભોઈ અને વડોદરામાં પિત્તળની પવાલી થાળી કથરેટ વગેરે ઘરવપરાશનાં વાસણ બનતાં. વીસનગર તાંબાના વાસણ, જેવાં કે ગોળી તાંબાડી