________________
४६४
આઝાદી પહેલા અને પછી
આવાં મૂર્તિશિલ્પ ઘણું કરીને પૂરા કદનાં કે ઊર્વાર્ધ ધરાવતાં કાંસાનાં કે પાષાણનાં બનેલાં છે. એમાં ઠેકઠેકાણે મૂકેલાં ગાંધીજી અને સરદારનાં પૂતળાં વિશેષ નજરે પડે છે. વલ્લભવિદ્યાનગરના શ્રી કાંતિભાઈ પટેલે ઘડેલાં મૂર્તિ શિલ્પ ભાવ અને કલા બંનેની અભિવ્યક્તિ પરત્વે સર્વાધિક પ્રશંસા પામ્યાં છે. વળી આ કાલપટ દરમ્યાન અનેક સ્થળોએ શહીદ સ્મારક ઊભાં કરવામાં આવ્યાં, જેમાં પણ શિલ્પકલા દષ્ટિગોચર થાય છે. આ સમયનાં મકાનમાં ક્યારેક છતમાં તથા કંપાઉન્ડના દરવાજાઓમાં બારી-બારણું, કઠેડા તેમજ વંડીમાં પણ શિલ્પ-સજાવટ થવા લાગી, જ્યારે રાચરચીલામાં પરંપરાગત શિલ્પશૈલી વ્યક્ત થતી રહી..
૨. હુન્નરકલાઓ અને લેવાઓ હુન્નર કલાઓ અને લોકકલાઓ ગુજરાતના કલાપ્રિય અને સૌંદર્ય-પ્રિય લેકે માટે અમૂલો સાંસ્કૃતિક વારસે છે. રંગકામ
રંગકામને હુન્નર ગુજરાતનાં મોટા ભાગનાં ગામ અને શહેરોમાં વિકસેલે જોવા મળે છે. આ હુન્નરના કારીગરો મુખ્યત્વે ખત્રી, ભાવસાર, છીપા વગેરે કોમના હેય છે.
બાંધણી એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ પ્રસિદ્ધ છે. બાંધણીની કળામાં મુખ્ય બે બાબત-બાંધવું અને રંગવું–એ છે. કચ્છની બાંધણી પ્રાચીન ઢબની છે, જે ખૂબ શ્રમ માગી લે છે. એમાં સંખ્યાબંધ ટપકાંઓ મુકાતાં. જામનગરી બાંધણીમાં આધુનિક રંગ અને ડિઝાઈને હેય છે. બાંધણીની કળા મુખ્યત્વે સાડીમાં વપરાય છે. ઉપરાંત ચાદર, લૂગી, દુપટ્ટા વગેરેમાં પણ હવે બાંધણું–કામ કરવામાં આવે છે. રંગવાનું કામ પુરુષે કરે,
જ્યારે બાંધવાનું કામ સ્ત્રીઓ કરે છે. બાંધણીની પ્રક્રિયા કલાદષ્ટિ, હાથની કુશળ કારીગરી, રંગની પરખ અને તેની મેળવણીનું જ્ઞાન માગી લે છે."
કાપડ પર ગેસથી ડિઝાઈને દોરી તેના પર લાકડાના બ્લોકથી ડિઝાઈને પડાતી. કાપડને જે ભાગ મૂળ રંગમાં રાખવાનું હોય તેને બાંધી બાકીના ભાગને રંગ ચડાવવામાં આવે છે. ત્યાર પછી ડિઝાઈનને દરેક રંગ ચડાવતી વખતે રંગવાને ભાગ ખુલ્લે રાખી બાકીને ભાગ બાંધી દેવામાં આવે છે. આ પ્રમાણે જેટલા રંગ તેટલી વાર બાંધવાનું ને રંગવાનું કામ કરાય છે. આમાં રંગ ને રસાયણોની પસંદગી કેવા પ્રકારના કાપડ ઉપર બાંધણી કરવાની છે તેને આધારે થાય છે.