________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલા
૪૬૩
કરવા પૂરતો સીમિત હતો અને બાંધકામમાં હજી ચુને વપરાત. ધીમે ધીમે ચૂનાનું સ્થાન સિમેન્ટે લીધું. તેવી રીતે બારીઓ વગેરેમાં કાચને પ્રયોગ પણ વ્યાપક બનતો ગયે. રેઝો, ટાઈલ્સ, મારબલ, કાચની પેનલે, બાથરૂમ, સંડાસમાં જડવાનાં સાધનો વગેરેને પ્રયોગ વધતો ગયે. મકાનની વંડીઓ, સીડીઓ અને લોખંડની બારીઓમાં સુશોભનેને પ્રયોગ થવા લાગ્યો. રાસરચીલું અને કબાટો વગેરેનાં સુશોભનેમાં ગુજરાતી કારીગર-સુથારે પોતાની પરંપરાગત કુશળતા દાખવવા લાગ્યા.
શહેરોમાં ઝડપી ઔદ્યોગિક વિકાસને લઈ ધંધાથે લેકે શહેરમાં આવવા માંડ્યા. શહેરોમાં વસ્તીવધારાને લઈને તે વધુ ને વધુ જટિલ થતાં ગયાં. તેની સાથે શહેર બહાર સોસાયટીઓ રચવાની પ્રવૃત્તિ વધી. એમાં નવીન સ્થાપત્યશિલીનાં મકાન અને સાર્વજનિક મકાને રચાવા લાગ્યાં. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર અને ભાવનગર આનાં ખાસ દષ્ટાંતરૂપ ગણી શકાય.
ખાનગી તેમજ સાર્વજનિક ક્ષેત્રે આ સમયે સેંકડોની સંખ્યામાં જે ભવન બન્યાં. એમાં સિનેમાગૃહ, ટાઉન–હોલે, શેપિંગ સેન્ટર, બજાર, મ્યુનિસિપાલિટીનાં મકાને, નિશાળા અને કોલેજોનાં મકાને, ઘંટાઘર (ટાવર), હોસ્પિટલે, ઔષધાલય, પ્રસૂતિગૃહો, છાત્રાલય, વનિતાવિશ્રામે, અનાથ બાલાશ્રમો, રેલવે સ્ટેશને, મ્યુઝિયમ, જાહેર પુસ્તકાલય, કલબ હાઉસો, બે કે,
સ્વરાજ-આશ્રમો તથા ડાકબંગલાઓને નિર્દેશ કરી શકાય. ભાવનગરના મહારાજાએ ચાચ(જિ. અમરેલી)માં બંધાવેલ મહેલ, વડોદરાને શિવ મહેલ, ઘેરાજીનું સુપેડીવાલા મેન્શન, જૂનાગઢનું શશી-કુંજ, પેરબંદરનું કીર્તિ મંદિર, આણંદનું સરદાર પટેલ ટાવર, અમદાવાદને ગાંધી આશ્રમ અને બારડોલીને સ્વરાજ-આશ્રમ, જામનગરનું સૈલેરિયમ અને ત્યાંનું ધન્વન્તરિ મંદિર, બાલાચડીની સિનિક સ્કૂલ, રિબંદરનું આર્ય કન્યા ગુરુકુલ, મીરાખેડી(જિ. પંચમહાલ)ને ભીલ-આશ્રમ, વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરી, અમદાવાદનાં મા. જે. લાયબ્રેરી, ટાઉન હોલ, સંસ્કારકેન્દ્ર તથા અટીરા વગેરે સંખ્યાબંધ ભવને આના દૃષ્ટાંતરૂપે ગણાવી શકાય. (6) શિલ્પકલા
શિલ્પકલાને ક્ષેત્રે આ કાલમાં કેઈ નવા ઉન્મેષ પ્રગટયા હેવાનું વરતાતું નથી. દેવમૂર્તિઓ પરંપરાગત શિલીએ થતી પણ તેમાં ક્યાંક ક્યાંક વસ્ત્રાભૂષણ નવીન ઢબે રજૂ કરવામાં આવતાં.૧૦ અ આ કાલખંડ દરમ્યાન રાષ્ટ્રિય નેતાઓ તેમજ ધાર્મિક તેમ સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિવિશેષ અને સાહિત્યકારોનાં પૂતળાં બનાવી તેને જાહેર સ્થાનમાં મૂકવાને પ્રચાર થયો.