________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલાઓ
૪૬૧
વરસાદનું પાણી વચલા ઊંડા ભંડાર(ખાડા)માં વહી જાય છે. એનું તળિયું પથ્થરની લાદીઓથી ફરસ કરેલું હોય છે. શબમાંથી ગીધે પૂરું માંસ આરોગી જાય ત્યાર બાદ હાડપિંજરનાં હાડકાંને અનુકૂળતાએ આ ખાડામાં નાખી દેવામાં આવે છે.
ખાડામાંથી ચાર નીકે, “ભંડારની અંદરની ગોળ દીવાલથી માંડીને બહારની મોટી ગોળ દીવાલની બહાર ચાર ખૂણે કાઢી હોય છે. દરેક છેડે એકેક ના કુવો હોય છે. નીકના મોંએ કોલસાને રેતિયા પથ્થર મૂકીને જમીનમાં વહી જનાર પ્રવાહીને શુદ્ધ કરવામાં આવે છે જેથી માતા ધરતી દૂષિત ન થાય. આ કુવાઓનાં તળિયાં પ્રવાહી અંદર ઊતરી જાય તેવાં હોય છે તેને ૧.૫ મી– ૨.૧ની ઊંચાઈ સાથે રેતીથી ઢાંક્યાં હોય છે. એક છેડે ભંડાર સુધી જવાને ફૂટપાથ હોય છે.
શબને ગીધેનું ભક્ષ્ય બનાવવાને રિવાજ ક્રાંતિકારી લાગે, પરંતુ લાંબા સમયથી પ્રચલિત છે. આમ તે દફન વગેરે કરતાં અગ્નિદાહને રિવાજ ઉત્તમ ગણાય છે, પરંતુ જરથોસ્તી ધર્મ અનુસાર શબ જેવા અશુદ્ધ પદાર્થ વડે અગ્નિદેવને દૂષિત કરવામાં પાપ છે. તેમને મતે પૃથ્વી, અગ્નિ અને જળને દૂષિત ન કરી શકાય. આથી હાડપિંજરોને તું વરસાદનું પાણી પણ નીકામાં થઈને શુદ્ધ કરતા રેતી-કાંકરાના ભંડારમાં જાય છે.
અમદાવાદમાં ખમાસા ગેટની સામેના વિસ્તારમાં પારસી અગિયારીની સામે આવેલું “માગેન અબ્રાહમ (ઈ. સ. ૧૯૩૪) સમગ્ર ગુજરાતમાંનું યહૂદીઓનું એકમાત્ર સિનેગોગ૯ (પ્રાર્થના મંદિર) છે. ઊંચી પીઠ પર પૂર્વાભિમુખ ઊભેલી આ ઈમારતમાં રચના પર આગળને રવેશ, મધ્યને વિશાળ પ્રાર્થનાખંડ, તેની વચ્ચેને નાને પ્રાર્થના–મંચ, પશ્ચિમ છેડે પવિત્ર હિબ્રુ બાઈબલ રાખવાને મંચ તેમજ પ્રાર્થનાખંડમાં બેઠકેની ઉપર વીથિકાઓની રચના નજરે પડે છે. ૨વેશની સંમુખ ભવ્ય પ્રવેશ દ્વાર છે, જયારે તેના ઉત્તર છેડે ઓફિસખંડ અને દક્ષિણ છેડે વીથિકાઓમાં જવાની સીડી કરેલી છે. પ્રવેશ દ્વારની જમણી બારસાખ પર “સદાય' (પવિત્ર ભસ્મશશી) લગાવેલ છે, જેને દરેક આવનાર–જનાર હાથ વડે ચૂમે છે.પ૦ અંદરના ભવ્ય ખંડમાં પશ્ચિમ છેડે “એનાલની રચના કરેલી છે. એનાલ એટલે પૂરી દીવાલને આવરી લેતા કબાટ સહિતને મંચ. એમાંના કબાટને ‘તરત’ કહેવામાં આવે છે, જેમાં હિબ્રુમાં લખેલ બાઈબલના મોટા એળિયા સ્વરૂપના વીંટાઓ ધરાવતા ધાતુના કોતરણીયુકત દાબડાઓ રાખેલા છે. મધ્યમાં કરેલી પ્રાર્થનામંચ(વ્યાસપીઠ)ને ટેબા (tebah) કહેવામાં આવે છે. એ