________________
૪૬૦
આઝાદી પહેલાં અને પછી
આરાધના કરવામાં આવે છે. આદરાન સાહેબના કેબલાના મુખ્ય દ્વાર બહાર એક નાને ખાસ પ્રાર્થનાખંડ છે, જ્યાં ભાવિક હમદીને આદરાન સાહેબના દ્વારે પોતાનાં અરમાનેને ઊભરો ઠાલવે છે, નમસ્કાર કરે છે, અહેસાનની લાગણી જાહેર કરે છે અને એ માટે માચી (ચંદનને ટુકડો) અર્પણ કરે છે અને રખ્યા(ભસ્મ)ની પ્રસાદી મેળવે છે. પ્રાર્થનાખંડની પૂર્વે બહાર વાડામાં પાણીથી તનની શુદ્ધિ અને મંત્રોચ્ચાર દ્વારા મનની શુદ્ધિ કરવા અંગે કસ્તીગાહની જગ્યા છે, જ્યાં કૂવો, પાળ સાથેની હવાડી અને કસ્તી કરવા માટેની સગવડ છે. એ વાડાના ઉત્તર છેડે રડું અને દક્ષિણ છેડે કાઠભંડાર છે. રસોડા તરફ જતાં ઉવસગાહની પૂવે તખ્ત સાથેને અલાયદે ખંડ રાખેલે છે, જે મુખ્ય કેબલાની મરામત કરાવવી હોય ત્યારે એ દરાન સાહેબને થોડા સમય માટે અત્રે બિરાજમાન કરવા વપરાય છે.
પુરાણા રિવાજ મુજબ હમદીને ખુદા સાથે એકતાન થઈ શકે, આદરાન સાહેબ સાથે દિલ લગાડી શકે અને કોઈ શભા સજાવટથી ચિત્તભ્રમ ન થાય તે માટે અગ્નિ-મંદિરમાં સાદાઈ રખાય છે. અલબત્ત, પારસી કેમમાં પ્રેરણાદાયી વ્યક્તિઓની છબીઓ પ્રાર્થનાખંડમાં ટાંગવામાં આવે છે. આ અગિયારીમાં પયગંબર અષે જરથુષ્ટ્ર, દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મહેતા, દાતા જહાંગીર વકીલ, પેસ્તનજી વકીલ તેમજ રુસ્તમ વકીલ અને બાઈજી દીનબાઈ લાલકાકાની મોટા કદની રંગીન છબીઓ છે.
આ કાલ દરમિયાન પારસીઓના દખમા(શબનિકાલ-સ્થાન)માં કેટલાક નવા શાંતિમિનાર (શબનિકાલ-ઇમારત) ઉમેરાયા. દખમાં લેન એકસરખો હોય છે. આ દખમાની સ્થાપત્યકીય રચના બેંધપાત્ર છે.૪૮ (જુઓ આલેખ ૨.) એ ટોચે ખૂલ્લું હોય છે. એમાં પથ્થરની બનાવેલી ચૂનાથી ધોળેલી વૃત્તાકાર લગભગ ૬ મી. થી ૯ મી. જેટલી ઊંચી દીવાલ હોય છે. મોટા દખમાને વ્યાસ ૨૭ મીટર હેાય છે. અંદરના ભાગમાં ૮૦ મીટર પરિઘવાળી ગોળ પીઠિક પથ્થરની લાદીથી આવૃત્ત હોય છે. વચલે ભાગ પેલે હોય છે. એને ફરતી ત્રણ વૃત્તાકાર પાવીઓ–એટલીઓની હરોળા હોય છે. દીવાલ પાસેની મેટી હરોળમાં સહુથી મોટા કદની ‘પાવી’ પુરુષો માટે, વચલી હરોળમાં વચલા કદની પાવીઓ સ્ત્રીઓ માટે અને અંદરની નાની હરોળમાં નાના કદની પાવીઓ બાળક માટે હોય છે. પાવીઓમાંથી. ની કાઢેલી હોય છે તેમાં થઈને શબમાંથી વહેતું બધું પ્રવાહી ને