________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલા
૪૫૭.
સમુખના ગૂઢમંડપની છત પ્રવેશભાગમાં ઊંચી અને શિખર તરફ જતાં ઢળતી છે. આ મંડપનાં બંને પડખાંમાં ચાર–ચાર ગવાક્ષ કરેલા છે. મંડપની સંમુખ પ્રવેશચોકી કરેલી છે, જેની છતને અગ્રભાગેથી બે સ્તંભ ટેકવે છે. ગર્ભગૃહમાં શિવલિંગ પ્રતિષ્ઠિત છે, જયારે પ્રવેશચોકીમાં નંદિની પ્રતિષ્ઠા કરેલી છે.
આ કાલખંડ દરમ્યાન કેટલાક સંતે, ભક્તો અને સંન્યાસીઓએ નવા આશ્રમ સ્થાપ્યા. આવા આશ્રમ સાધારણ રીતે નદી કિનારે શાંત રમણીય સ્થાને આવેલા છે. તેમાં એકાદ મંદિર, વ્યાખ્યાન ખંડ, ઉપાસના કે ધ્યાન માટેના ખંડ તેમજ આવાસખંડ હોય છે. કવચિત્ નાનું પુસ્તકાલય તો ક્યાંક નાનું ઔષધાલય પણ સમાવિષ્ટ હોય છે. અમદાવાદને સ્વામી કૃષ્ણાનંદે સ્થાપેલ સંન્યાસ-આશ્રમ (ઈ. સ. ૧૯૩૦), શ્રી રંગ અવધૂતે નારેશ્વરમાં સ્થાપેલે અવધૂત આશ્રમ (ઈ. સ. ૧૯ર૫), નડિયાદને શ્રી મોટાએ સ્થાપેલે હરિઓમ આશ્રમ (ઈ. સ. ૧૯૫૦), બિલખા(જિ. જૂનાગઢ)ને શ્રીમન્નથુરામ શર્મા સ્થાપિત આનંદ આશ્રમ, ચિત્રાલ(જિ. વડોદરા)ને સાગર મહારાજે સ્થાપેલે સાગર આશ્રમ (ઈ. સ. ૧૮૧૬–૨૦), રાજકોટને રામકૃષ્ણ મિશન) આશ્રમ (ઈ.સ. ૧૯૩૪), અમદાવાદને પુનિત સેવાશ્રમ (ઈ.સ. ૧૯૪૪) તથા કોરલને પુનિત વાનપ્રસ્થાશ્રમ (ઈ. સ. ૧૯૫૬) વગેરે આનાં પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. આ કાલના અન્ય આશ્રમમાં ઓઢવને નિત્યાનંદ આશ્રમ, મેટેરાને સદાશિવ આશ્રમ, મલાવ(જિ. પંચમહાલ) ને કૃપાલુ આશ્રમ, સુરતને શ્રીભદ્ર આશ્રમ, રાજકોટને સદ્ગુરુસેવા આશ્રમ વગેરે પણ ઉલ્લેખનીય છે.
જૈન સ્થાપત્યને ક્ષેત્રે આ કાલ દરમ્યાન સંખ્યાબંધ મંદિરનો જીર્ણોદ્ધાર થયા. ૫૦૦ જેટલાં નવાં દેરાસર પણ બંધાયાં. એમાં મુખ્યત્વે ઘર-દેરાસરે, ધાબાબંધી અને ઘૂમટબંધી દેરાસર ઉપરાંત કેટલાંક સરસ શિખરબંધી મંદિર પણ નિર્માયાં. મંદિરોના આ જીર્ણોદ્ધાર તેમજ નવનિર્માણના કાર્યમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રદાન સર્વાધિક રહ્યું છે. આ કાલનાં નમૂનેદાર જિનાલયોમાં ઓલપાડનું શાંતિના પનું (સં. ૧૯૭૧), પાનસર તીર્થનું ધર્મશાળામાંનું મહાવીર સ્વામીનું (સં. ૧૮૭૪), કટારિયા તીર્થ(કચ્છ) નું મહાવીર સ્વામીનું (સં. ૧૯૭૮), પાટણમાંનું મહાલક્ષ્મીપાડાનું મુનિ સુવ્રતસ્વામીનું (સં. ૧૯૭૮), વડનગરનું ભોજક શેરીમાં આવેલું આદિનાથનું (સં. ૧૮૮૦), તળાજા ડુંગર પરનું પાર્શ્વનાથનું (સં. ૧૮૮૦), મહુડીનું વીર ઘંટાકર્ણનું પ્રખ્યાત મંદિર (સં. ૧૯૮૦), લીંબડીનું કોઠારી બેકિંગ પાસેનું શાંતિનાથનું (સં. ૧૮૮૧), સુરતમાં નાનપરા બજારમાં આવેલું ચંદ્રપ્રભુસ્વામીનું (સં. ૧૮૮૩), નરનું શાંતિનાથનું (સં. ૧૮૮૩), ચારૂપ તીર્થનું શામળિયા પાર્શ્વનાથનું (સં. ૧૮૮૪), માંડલનું શાંતિનાથનું (સં. ૧૮૮૬).