________________
૪૫૬
આઝાદી પહેલાં અને પછી
હાથમાં ચક્ર અને શંખ છે, જ્યારે નીચેને એક હાથ અભય મુદ્રામાં અને બીજે જનું પર ટેકવેલ છે. સ્તંભયુકત સભામંડપમાં ઉપરની છત વગેરે ૧૪ લેક, તીર્થધામ, ભારતયુદ્ધ વગેરેનાં દશ્ય-ચિત્રોથી સુશોભિત છે. મંડપની દીવાલે પણ પથ્થરની મોટી મોટી તકતીઓ પર સમગ્ર ભગવદ્ગીતાના અધ્યાયવાર શ્લેક કતરેલા છે. ઉપલા મજલે જવા માટે ચોકના બંને પડખામાં એક એક સીડી છે. મધ્યના મજલામાં ત્રણ બાજુ કરેલી વિથિકાની દીવાલ પર વિષ્ણુના અવતારે દર્શાવતી આરસનાં અપમૂર્ત શિલ્પાની તકતીઓ જડેલી છે. આ મજલે વિથિકાને એક છેડે ગાયત્રીની અને બીજે છેડે સિંહવાહિનીની મોટા કદની મૂર્તિઓ
સ્થાપેલી છે. વળી મધ્યમાં નર્મદેશ્વર મહાદેવ, ગોપાલકૃષ્ણ અને ચતુર્ભ જ સદાશિવની મૂર્તિઓ ધરાવતાં ત્રણ ગર્ભગૃહ પણ કરેલાં છે. ત્રીજા મજલા પર પશ્ચિમ બાજુએ ગર્ભગૃહ અને તેની સંમુખ મંડપ અને બંને અંગને જોડનાર અંતરાલની રચના કરેલી છે. ગર્ભગૃહમાં ગીતામાતાની ચતુર્ભુજ મૂર્તિ પ્રતિષ્ઠિત છે. એમાં દેવીએ પિતાના પ્રત્યેક હાથમાં પરિક્રમામે એક એક વેદ ધારણ કરેલ છે. ગર્ભગૃહ પર ઊંચું શિખર કરેલું છે, જ્યારે મંડપ ઉપર ઘૂમટાકાર છાવણ કરેલ છે. ગીતા-માતાની બરાબર સંમુખ અને બલાનકની ટોચે તેમ ઘંટા-ટાવરની નીચેના ભાગમાં આવે તે રીતે ગીતામંદિરના પ્રણેતા શ્રી વિદ્યાનંદજી મહારાજની ઊભી પ્રતિમા પ્રતિષ્ઠિત છે, જેમાં એમને જમણે હાથ અભય મુદ્રામાં છે અને ડાબા હાથે ભગવદ્ગીતા ધારણ કરેલ છે. આ મંદિરની એક વિશેષતા એ છે કે ગીતામાતાના મંદિરના શિખરમાં ચાર બાજુ ચાર ધામમાંના એક એક ધામને ગવાક્ષમાં રજૂ કરવામાં આવેલ છે અને તેની આસપાસ પ્રદક્ષિણ પણ કરી શકાય છે.
ગાંધીધામમાં ગાંધીજીનાં અસ્થિભસ્મ પર બાંધેલ અસ્થિ-સમાધિમંદિર વિશાળ ચોગાનમાં ફરતી વેદિકાયુક્ત વિશિષ્ટ ઈમારત છે. (જુઓ પદ-૧૬, આ. ૪૧.)
એમાં પ્રવેશવા માટે ચાર દિશામાં ચાર ઠાર કરેલાં છે. પ્રત્યેક દ્વારા તેના ઉપરની રત્યાકાર કમાનથી સુશોભિત છે. આ કમાનેને ધારણ કરતે શિવલિંગના ઘાટને ઘૂમટ મંદિરના છાવણરૂપે શોભે છે. મંદિરની ચારેય દીવાલ પર લખેલ હે રામ' ગાંધીજીની સ્મૃતિને સંકરે છે.
કંડલાનું નિર્વાસિતેશ્વર મહાદેવનું મંદિર૩૪ ગર્ભગૃહ, ગૂઢ મંડપ અને પ્રવેશચોકી એ ત્રણ અંગોનું બનેલું છે. (જુએ પટ્ટ ૧૭, આ. ૪૩,) ગર્ભગૃહ પરનું શિખર પિરામિડ ઘાટનું છે ને એ ઊંચે જતાં ટોચે એકદમ સાંકડી અણીદાર ટોચ ધારણ કરે છે. એમાં પ્રત્યેક બાજુએ હવાઉજાસ માટે ચાર-ચાર ગવાક્ષ કરેલા છે. તેની