________________
લલિત કલાઓ
४४८
અભ્યાસ કરાવાય છે. સંગીતમાં કંઠય અને વાદ્ય બને શીખવવામાં આવે છે. વિશારદ (૫ વર્ષ), અલંકાર (૭ વર્ષ) અને પ્રવીણ (૮ વર્ષ) સુધીને અભ્યાસ થાય છે. ગુજરાત સંગીત મહાવિદ્યાલય
શ્રી કૃષ્ણરાવ તેંડુલકરે ભાતખંડળની સ્વરલિપિને અભ્યાસ કરાવવા અમદાવાદમાં ૧૯૫૪માં ગુજરાત સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કરી. ગાંધર્વ પદ્ધતિએ કંઠય અને વાઘ બન્નેમાં વિશારદ, અલંકાર અને પ્રવીણની પદવીઓ સુધી શિક્ષણ અપાતું. છેલ્લાં ૩ર વર્ષથી કૃષ્ણરાવના પુત્ર બિંદુ માધવ તેંડુલકર આ સંસ્થાની શાખા ચલાવે છે.૧૪ કલાનિકેતન | શેઠ સી.એન. વિદ્યાલયમાં ઈ. સ. ૧૯૫૫–૫૬ થી શેઠ સી. એન. કલાનિકેતન વિભાગની શરૂઆત થઈ. ૧૫ ઈ. સ. ૧૮૪૧-૪ર દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓને એક વર્ગ પૂરતું સંગીત શીખવાતું, પરંતુ સાંજના સમયે પહતિસરનું શિક્ષણ આપવા વર્ગો શરૂ થયા. શાળા સમય બાદ “ભરત નાટયમૂ'ના વર્ગો તેમજ ગરબા અને લેકનૃત્યના વર્ગોનું સંચાલન કલાનિકેતન દ્વારા થતું. સપ્તકલા
ભાવનગરમાં. જગદીપ વિરાણીએ “સપ્તકલા' સંસ્થાની સ્થાપના કરી હતી અને ૧૯૫૬ માં એમના મૃત્યુ બાદ પણ એમના મિત્રો અને શુભેચ્છકે દ્વારા સંસ્થાના વર્ગો ચાલુ હતા.19 ભારતીય સંગીત વિદ્યાલય
શ્રી મધુરીબહેન ખરે અને શ્રી રામચંદ્ર ખરેએ પિતા સ્વ. પંડિત નારાયણ મરેલવર ખરેની પુણ્ય સ્મૃતિમાં અમદાવાદમાં ભારતીય સંગીત વિદ્યાલય ૧૯૫૬ માં શરૂ કર્યું.૧૮ સંસ્થા દ્વારા સંગીતના જાહેર જલસાઓ યોજવામાં આવતા. બૃહદ્ ગુજરાત સંગીત સમિતિ
ગુજરાતની સંગીત શીખવતી વિવિધ સંસ્થાઓની પરીક્ષાઓનું સંચાલન કરતી આ સમિતિ જાન્યુઆરી, ૧૯૫૭ માં સ્થપાઈ. આ સંસ્થા દર વર્ષે ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ત્રણ દિવસ સુધી સંગીત સંમેલન યોજી વિવિધ કેંદ્રોના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને આ દરમ્યાન પદવીઓ એનાયત કરે છે. આજે આ સંસ્થાની માન્ય સંસ્થાઓ ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં કાર્યરત છે. ૧૯ ૨૮