________________
૪૩૬
આઝાદી પહેલાં અને પછી
આ સમયગાળામાં દક્ષિણ-ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે દેશી રાજ્યો હતાં તેઓમાંનાં કેટલાક રાજ્યના રાજવીઓ નાટકના શોખીન હોવાથી તેઓ એ નાની-મેટી નાટકશાળાઓ પોતપોતાના રાજ્યમાં સ્થાપી હતી. દેશી રાજ્યનું વિલીનીકરણ થતાં આ નાટકશાળાઓને ઉપયોગ હાઈસ્કૂલ કે સરકારી કચેરીઓ માટે થવા લાગે !
વ્યવસાયી રંગભૂમિનાં અજવાળાં આથમતાં હતાં તે વર્ષોમાં પણ લગભગ ૧૫૦ જેટલી નાની-મોટી નાટક મંડળીઓમાં આશરે ચાર હજાર જેટલા કલાકારો અને કસબીઓનું પિષણ થતું હતું. નાટક મંડળીઓ ગુજરાત બહાર કલકત્તા કરાંચી હૈદરાબાદ દિલ્હી અને એક રંગૂન સુધી પિતાનાં નાટક ભજવતી હતી, પરંતુ બે વિશ્વયુદ્ધોને કારણે જે આર્થિક બરબાદી દુનિયાના દેશમાં થઈ તેની અસર ભારત પર પણ થઈ. આર્થિક ભીંસમાંથી ઊગરવા માટે કેટલીક નાટયમંડળીના માલિકે સટ્ટાને વેપાર કરવા લલચાયા હતા, જેમાં તેઓ બરબાદ થઈ ગયા અને પિતાની નાટક મંડળીઓનું દેવું વધી જવાથી આખરે એ મામૂલી કિંમતમાં વેચી દેતા અથવા સમેટી લેતા હતા. નાટક મંડળીઓ બંધ થવાથી રંગભૂમિની વર્ષો સુધી સેવા કરનાર નટની સ્થિતિ આર્થિક રીતે કફેડી થઈ ગઈ. પરિણામે તેઓને બહુ ઓછા પગારે કે રોજમદારીના ઘારણે રામલીલા કે ગામડાઓમાં ફરતી નાની નાટક મંડળીઓમાં મજબૂરીથી જોડાવાની ફરજ પડી.
નટો અને દિગ્દર્શકો
આ સમયગાળામાં વ્યવસાયી નાટક મંડળીઓને જે ન મળ્યા તે મોટે ભાગે ઉત્તર ગુજરાતમાં વસતી નાયક-ભોજક કામમાંથી આવ્યા હતા, જેમને ગાયન વાદન અને નર્તન એ પરંપરાગત વારસો હતે. આ કોમના નટોના અભિનય વિશે લખતાં છો. રસિકલાલ છો. પરીખ જણાવે છે કે ગુજરાતમાં અભિનય એ વિશિષ્ટ રીતે વિકસેલી કલા છે. આ વિકાસના ઈતિહાસમાં જોઈએ તે પ્રથમ એ બાબત ધ્યાન ઉપર આવે છે કે એના મૂળમાં કેમને વારસે છે, પેઢી-દર–પેઢીએ ઊતરી આવતા અભિનયના સંસ્કાર તેમજ સંગીતના સંસ્કાર બીજરૂપે છે. નૃત્ય પણ એ જ કામમાં ઊતરી આવેલી કલા છે. આ કોમ તે ગુજરાતની પ્રસિદ્ધ નાયક-ભોજક કેમ છે.”૩૪ નાયક-ભોજક કેમ ઉપરાંત બ્રાહ્મણ પટેલ બારોટ મીર મુસલમાન વગેરે કામોમાંથી પણ કેટલાક ખ્યાતનામ નટ ગુજરાતની રંગભૂમિને પ્રાપ્ત થયા છે. વીસમી સદીની શરૂઆતમાં સામાજિક સંકુચિત મનોવૃત્તિને કારણે સ્ત્રીઓ રંગમંચ પર આવવામાં ભારે ક્ષોભ અનુભવતી