________________
લલિત કલાઓ
૪૩૫
શ્રી આર્ય નૈતિક નાટક સમાજ
બેધારી તરવાર, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર, સરોજિની, પરશુરામ, ઇન્દ્રાવતી, સરસ્વતીચંદ્ર, સતી તોરલ, પુત્રરત્ન પુંડલિક, સતી પદ્માવતી, સૂર્યકુમારી, સ્વદેશસેવા, રા માંડલિક છત્રવિજય, સૂરદાસ, શ્રી ભક્તિવિજય, સુરેખાહરણ, નીલમ માણેક, નાગર ભક્ત, યોગકન્યા, મનહરમેના, જોહરે શમશીર, શ્રી જયમતી, ઉર્વશી-પુરૂરવા, કનક–કેસરી, વિશ્વપ્રેમી કલાપી, અમરલમી, પીપા ભગત, હેથલ પદ્મિણ, જેસલ-તોરલ, બીરબલ બાદશાહ, પ્રવીણસાગર, રાજલીલા, મહારાજા શાંતનું, માલવિકાગ્નિમિત્ર, વીર દુર્ગાદાસ, સતી મંજરી, મહાશ્વેતા-કાદંબરી, રાજા શંભાજી, સંસાર-લીલા, સેવકધર્મ ઇત્યાદિ. શ્રી આર્ય નાટક મંડળી
વીર અજિત, જ્યાકુમારી, અહલ્યાબાઈ, સિદ્ધ અત્યેન્દ્ર, ચંદ્રગુપ્ત, વીરકેસરી, સ્વયંવર, બબ્રુવાહન, આત્મબળ, સમ્રાટ અશોક, ન્યાયસિંધુ, ધર્મશ, સતી સવિતા, રંગતરંગ, ભારતવીર, વીર રમણી, મેઘ-મધુરી, ગમાયા, મહાત્મા તુલસીદાસ, જીવનનૌકા, મહાદજી સિંદે, મનોરમા, સૌરાષ્ટ્ર વીર વગેરે. થિયેટરે અને નાટકશાળાઓ
ઉર્દૂ, પારસી અને ગુજરાતી રંગભૂમિને સૂર્ય જ્યારે મધ્યાહને પ્રકાશ હતો ત્યારે આ સમયગાળામાં નાટક ભજવવા માટે મુંબઈ અમદાવાદ સુરત વગેરે મેટાં નગરોમાં થિયેટરો બાંધવામાં આવ્યાં; જેમકે મુંબઈમાં બાલીવાલા થિયેટર, વિટારિયા થિયેટર, ભાંગવાડી થિયેટર, પ્રિન્સેસ થિયેટર, ગેઈટી થિયેટર, એડવર્ડ થિયેટર, બોમ્બે થિયેટર ઇત્યાદિ, અમદાવાદમાં ભારતભુવન, આનંદભુવન, શાંતિભુવન, માસ્ટર ભુવન ઈત્યાદિ સુરતમાં કવીન વિકટારિયા થિયેટર, ર્જ થિયેટર, પ્રિન્સેસ થિયેટર, સૂર્યપ્રકાશ થિયેટર ઇત્યાદિ, જૂનાગઢમાં વણઝારી થિયેટર અને કાલવા થિયેટર; રાજકોટમાં લક્ષમીભુવન; ગોંડળમાં ભાગવત મંડપ થિયેટર; પોરબંદરમાં શ્રીનાથજી થિયેટર; વડોદરામાં મેરખી થિયેટર, વાંકાનેર થિયેટર, વિજયરંગ થિયેટર, રામવિજય થિયેટર ઇત્યાદિ, ભાવનગરમાં વિજયરંગ, થિયેટર; કલોલમાં વિષ્ણુ થિયેટર વગેરે. જે નગર કે ગામમાં થિયેટર ન હોય ત્યાં વાંસના અને પતરાંના કાચા માંડવા બાંધી કામચલાઉ થિયેટર ઊભાં કરવામાં આવતાં. સમય જતાં ઈ. સ. ૧૯૩૦ પછી ચલચિત્રોનું આક્રમણ થતાં નાટકના વ્યવસાયને માટે ફટકો પડ્યો અને નાટક ભજવવા માટે બાંધવામાં આવેલાં થિયેટર સિનેમાગૃહમાં પરિવર્તન પામ્યાં!