________________
લલિત કલાઓ
૪૨૭
ઓળખાય છે તે ગરબા જેવો જ એક પ્રકાર છે, જેમાં સ્ત્રીઓ તાળીઓ અને ચપટી વગાડતી જુદી જુદી રીતે આકારે કરતી નૃત્ય કરતી હોય છે. કાળી અને ભરવાડમાં સ્ત્રી-પુરુષે રાસડા સાથે લે છે.
ગુજરાતનાં નૃત્યમાં નાખી ભાત પાડતું શ્રમજીવીઓનું નૃત્ય તે ટિપણી છે. જ્યાં કોઈ ઘર ચણાતું હોય ત્યાં તળની સપાટી કઠણું અને સમથળ કરવા ટિપ્પણથી ટીપવામાં આવે છે. મજૂર સ્ત્રીઓ આ નૃત્ય કરતી વેળાએ ઢોલ સાથે ગાઈ તાલબદ્ધ રીતે ટિપ્પણું જમીન પર પછાડતી નૃત્ય કરે છે.
ગુજરાતનાં અન્ય નૃત્યમાં આગવા માંડવી જાગ અને રૂમાલ વગેરે જાણીતાં છે. નર્મદાને કાંઠે એક નૃત્યમાં પુરુષે લાંબી લાકડીઓ પર ઘૂઘરા બાંધી લાકડીઓને એક છેડે હાથમાં રાખી નૃત્ય કરે છે. અમદાવાદની ઠાકરડા કામમાં નવરાત્ર-ઉત્સવ દરમ્યાન સ્ત્રીઓ માથે મહાડ કે માંડવી રાખી ઢોલી સાથે ઘૂમતી નૃત્ય કરતી હોય છે. મહાડ કે માંડવો જેવું જ બીજુ નૃત્ય જાગનૃત્ય” છે, જેમાં માથે નાના નાના માંડવી આકારના જગ લઈ વર્તુળાકારમાં સ્ત્રીઓ ફરતી હોય છે. પઢારોને એક નૃત્યમાં પુર હાથમાં દાંડિયા જેવી અંશતઃ ધાતુની અને અંશતઃ લાકડાની બનેલી લાકડી ઠેકી ધાતુના અથડાવાને અને લાકડીના અથડાવાને એમ બે જાતના જુદા જુદા અવાજો કરી નૃત્ય કરતા હોય છે. ૨૫ ગુજરાતનાં બધાં નૃત્યમાં અને ખી ભાત પાડતું નૃત્ય “મેરાયો બનાસકાંઠાના મેળાઓમાં જોવા મળે છે. કે આ મેરા નૃત્યનું બહુ જાણીતું ગીત આ પ્રમાણે છે: હે...હેડે 'લ્યા મેરયાર મેળે
ઘેડાલિયું ઘમકે સે; હેડ હેડે માતાને મેળે,
ઘેડાલિયું ઘમકે સે.” આ ઉપરાંત સૌરાષ્ટ્રના જંબુર ગામમાં આવી વસેલા આફ્રિકાના સીદીઓ ઢલકાની ધમાલ સાથે વર્તુળાકારે નૃત્ય કરે છે ત્યારે જાણે આફ્રિકા ખડું કરી દે છે.૨૭ લોકનૃત્ય
ગુજરાતમાં નૃત્ય-પરંપરા ઘણું પ્રાચીન છે. એ ધાર્મિક અને સામાજિક તહેવારે-ઉત્સવ સાથે પરંપરાગત રીતે ઘનિષ્ટપણે સંકળાયેલી છે.
આ નૃત્યમાં પ્રાદેશિક વૈવિધ્ય ઘણું છે. સૌરાષ્ટ્રનાં લોકનૃત્યના પ્રકારોમાં ઘણું વૈવિધ્ય જળવાયું છે. સાતમઆઠમ નવરાત્રિ દશેરા હેળી જેવા