________________
૪૨૬
આઝાદી પહેલાં અને પછી
“રાધાજીનાં ઊચાં મદિર નીચા મોલ...
ઝરૂખડે દીવા બળે રે લોલ...” ઝલણ મોરલી વાગી રે, રાજાના કુંવર.. અમે મહિયારા રે ગોકુલ ગામનાં..”
સૌરાષ્ટ્રના રાસ તાલ લય ગીત અને નૃત્યની દૃષ્ટિએ દેશ-વિદેશમાં ખૂબ જોકપ્રિય બન્યા છે. સૌરાષ્ટ્રમાં રાસના ઘણું પ્રકાર જોવા મળે છે તેમાં પઢારના કળીઓના ભરવાડોના આયરોના કણબીઓને અને મેર લેકોના દાંડિયારાસ વગેરે ખૂબ પ્રચલિત છે. પઢારો અને કળીઓ દાંડિયા રાસ રમે ત્યારે સ્કૂર્તિથી દાંડિયા ઠેકી દૂર જઈ ઊભા રહે અને એટલી જ સ્કૃતિથી પાછા ભેગા થઈ જાય એ એમના રાસની વિશિષ્ટતા છે. પઢારેને મંજીરા-રાસ અને કેળાએને મટકી-રાસ ખૂબ પ્રચલિત છે. દર વર્ષે સુરેન્દ્રનગર પાસે તરણેતરને મેળો ભરાય છે તેમાં કળણ સ્ત્રીઓ ત્રણ તાળી લેતી ગાતી હોય ત્યારે સો શરણાઈ સામટી વાગતી હોય એવું વાતાવરણ સર્જાય છે. ભરવાડોના રાસમાં ૩૦ થી ૬૦ ની સંખ્યામાં સ્ત્રી-પુરુષ હોય છે. એમાં દાંડિયાને બદલે પગના તાલ, અંગના આંચકા, હાથને હિલેાળા સાથે એક સ્ત્રી અને એક પુરુષ બંને હાથે સામસામાં તાલ દેતાં હોય છે. આ તાલારાસને એક પ્રકાર છે. કણબીઓ રાસ રમતાં રમતાં સ્વસ્તિક રચે, મંડળ રચે, ચોકડી કરે. બેઠક લગાવે અને એક કરતાં વધુ ફુદરડીએ ફરે એ એમની લાક્ષણિક્તા છે. મેર લેકના દાંડિયારાસમાં ગીતે નથી ગવાતાં, પણ એકથી વધુ ઢાલ અને શરણાઈઓ વાગતી હોય છે. એમના દાંડિયા તલવારની જેમ વીંઝાય અને ફૂદરડી ફરતાં-ફરતાં ત્રણથી ચાર ફૂટ તેઓ ઊંચા ઊછળે છે. અદ્દભુત વીર અને રૌદ્ર રસની છટાઓ ખૂબ સુંદર રીતે તેઓ ઊભી કરે છે. ઈતર પ્રકારો
રાસ ઉપરાંત સૌરાષ્ટ્રમાં હમ, ટીટાડે, તોપચી, લુવર વગેરે નૃત્યે પણ પ્રચલિત છે. ગેફ-ગૂંથણ અહીંનું વિશિષ્ટ કૃત્ય છે. ૨૪ ગૂંથણી એ આ નૃત્યનું મુખ્ય અંગ બને છે. રગિત કાપડની પટ્ટીઓ કે જાડી રંગીન દેરીઓ છત ઉપરની એક કડીમાંથી પસાર કરી ગુચ્છમાં બાંધી દે છે અને એને એક એક છેડો નીચે સમૂહમાં વર્તળાકારે ઊભેલા નૃત્યકારોના હાથમાં હોય છે. હવે નૃત્યકારો નૃત્યમાં એ રીતે હલન-ચલન કરે કે ઉપર રહેલી દેરીઓની અંદર ગૂંથણી બંધાય; ફરી પાછા ઊંધી દિશામાં ફરે, જેથી નૃત્યના અંતમાં ગૂંથણી છૂટી જાય. આ નૃત્ય પુરુષે પણ કરતા હોય છે. રાસ સિવાય એક અન્ય નૃત્ય રાસડા તરીકે