________________
ખંડ ૨ રાજકીય ઈતિહાસ
પ્રકરણ ૨ રાજકીય જાગૃતિઃ બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૧૫ થી ૧૯૩ર) ૧૯૧૫ પહેલાં
ગાંધીજીનું ૧૯૧૫ માં દેશમાં અને ગુજરાતમાં આગમન થયું એ પહેલાં રાજકીય ક્ષેત્રે સેંધપાત્ર પરિવર્તન આવ્યું હતું, જેને આરંભ વીસમી સદીની શરૂઆતથી થયે હતે.
૧૯૦૦ થી સ્વદેશી આંદોલન શરૂ થયું હતું. ૧૯૦૨ માં અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. સ્વદેશી ચળવળની સાથે સાથે બંગાળના ભાગલાના પરિણામે હિંસક અને ક્રાંતિકારી પ્રકૃત્તિઓ અને બમ્બ યુગ'ની શરૂઆત થઈ હતી. સ્વદેશી ચળવળનું જેર અમદાવાદ નડિયાદ સુરત અને ભાવનગર જેવા શહેરોમાં વિશેષ હતું.
વડોદરા રાજ્યમાંની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ નેંધપાત્ર બની. કારકુન તરીકે કામ કરતા નરસિંહભાઈ પટેલે વનસ્પતિ દવાઓ નામની પુસ્તિકા છપાવીને તેમાં બોમ્બ બનાવવાની રીતે વર્ણવી હતી. ૧૯૦૬ થી ૧૯૧૧ સુધી આ પ્રવૃત્તિ ગુજરાતમાં ઠીક ઠીક પ્રમાણમાં ચાલી હતી. ગુજરાત બહાર જઈને જે ગુજરાતીઓએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધે તેઓમાં શ્યામજી કૃષ્ણ વર્મા, માદામ ભીખાયજી કામા, સરદારસિંહ રાણુ જેવાને સમાવેશ થતો હતો. વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજા ગાયકવાડ સ્વદેશપ્રેમ અને દેશભક્તિની ભાવના ધરાવતા હતા. બ્રિટિશ સરકાર સાથે સયાજીરાવે કેટલાક પ્રસંગોએ ઘર્ષણમાં આવી, ટકકર ઝીલી પિતાનું રાજવી તરીકેનું આંતરિક વહીવટી સ્વાતંત્ર્ય જાળવી રાખ્યું હતું.' ગુજરાતમાં હેમલ ચળવળ
બાળ ગંગાધર ટિળક ૧૯૧૪માં જૂનમાં જેલમુક્ત બની રાજકારણમાં સક્રિય બની કેસના ઉદ્દામવાદી અને વિનીતવાદી પક્ષોને એક કરવાની પ્રવૃત્તિ કરતા