________________
સાધન-સામગ્રી
૧૫
પ્રશ્નોનું ચેતનભર્યા અને સુવ્યક્ત પાત્રો દ્વારા નિરૂપણ છે. બસપાનની કેટલીક નવલકથાઓ પણ આ કોટિમાં આવે.
ઈશ્વર પેટલીકર-કૃત જનમટીપ'(૧૯૪૪)માં ચરોતરની પછાત ગણાતી જાતિની એક નાયિકાના વાસ્તવિક પરાક્રમી જીવનનું આકર્ષક આલેખન છે. પેટલીકર સ્વભાવથી અને પ્રવૃત્તિથી સામાજિક કાર્યકર હાઈ એમની અનેક નવલકથાઓ સમકાલીન ગુજરાતનાં વિવિધ સામાજિક પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ એ વિશેની એમની સુચિંતિત વિચારણા રજૂ કરે છે.
પન્નાલાલ પટેલ-કૃત “માનવીની ભવાઈ' (૧૯૪૭) મુનશી અને રમણલાલ પછીની એક અત્યુત્તમ નવલકથા છે. ઈડર આસપાસના ગ્રામજીવનની નવલકથા તે એ છે જ, પણ આદિવાસી પ્રદેશમાં ભયાનક દુષ્કાળના આતંકનું બીભત્સ નિરૂપણ એમાં છે. પન્નાલાલની બીજી નવલકથાઓમાં પણ ઈશાન ગુજરાતના ગ્રામપ્રદેશનું સુભગ ચિત્રણ છે
ચુનીલાલ મડિયાની કેટલીક નવલકથાઓ સૌરાષ્ટ્રના ગ્રામજીવનનું રંગભરી બોલીમાં સરસ આલેખન કરે છે. “સધરા જેસંગને સાળો' (૧૯૬૨) જેવી એમની નવલમાં સ્વાતંત્ર્યોત્તરકાલીન રાજકારણ અને રાજકીય ખટપટો તથા કાવાદાવાનું વેધક કટાક્ષથી ભરેલું–એક દષ્ટિએ હાસ્યરસિક, તે બીજી દૃષ્ટિએ ગ્લાનિપ્રેરકનિરૂપણ છે.
પાદટીપ 1. ગાંધીનગર (મુખ્ય કચેરી), વડેદરા, રાજકોટ, પોરબંદર (ગુજરાત રાજ્ય); નેશનલ
આઈઝ ઓફ ઈન્ડિયા, દિલ્હી, મુંબઈ આઈઝ (મહારાષ્ટ્ર રાજ્ય) ૨. રમેશકાંત ગે. પરીખ, ગુજરાતના ઇતિહાસ-સંશોધનમાં દફતરોનું મહત્વ ગુજરાત
ઇતિહાસ પરિષદ (૭મું જ્ઞાનસત્ર, ભાણવડ) અમદાવાદ, ૧૯૮૨ ૩. મકરંદ મહેતા ગુજરાતના ઇતિહાસ - શેધનમાં દફતરનું મહત્વ ' ગુજરાત ઈતિહાસ
પરિષદ (મુ જ્ઞાનસત્ર, ભાણવડ) અમદાવાદ, ૧૯૮૨ ૪. રતન રૂ. માર્શલ, “ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ' પૃ. ૨૯૭ ૫. યાસીન દલાલ, “અખબારનું વલેન” પૃ. ૧૭૮-૧૯ ૧. સુંદરમ્, “અર્વાચીન કવિતા', પૃ. ૨૭૨ . વિજયરાય વૈદ્ય, ‘અવાચીન ગુજરાતી સાહિત્યની રૂપરેખા,' પૃ.૧૬ ૮. સુદરમ ‘અર્વાચીન કવિતાપૃ. ૪૨૫ ૯. રા. વિ. પાઠક, પરિચય” “સાપના ભારા", પૃ. 1 ૧૦. વિજયરાય વૈદ્ય, ગુજરાતી સાહિત્યની રૂપરેખા', પૃ. ૩૨૯ ૧૧. એજન, પૃ. ૩૩૧